Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : After 20 years, England-Argentina will meet again in the World Cup, a historic clash will take place in the semi-finals.

VIDEO: 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ફરી સામસામે ઈંગ્લેન્ડ-આર્જેન્ટિના, સેમીફાઈનલમાં થશે ઐતિહાસિક ટક્કર

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ફૂટબોલ જગતના ફેન્સ જે ઘડીની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે. પૂરા બે દાયકા બાદ, 16 જુલાઈ ગુરુવારના રોજ ઈંગ્લેન્ડ અને આર્જેન્ટિનાની ટીમો ફિફા વર્લ્ડ કપ 2026ના સેમીફાઈનલમાં એકબીજાને ટક્કર આપશે. આ મેચ સાથે જ વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી જૂની અને કટ્ટર પ્રતિસ્પર્ધિતાઓમાંની એક ફરી જીવંત થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટે મેક્સિકો સિટીના પ્રખ્યાત એજ્ટેકા સ્ટેડિયમમાં જોરદાર જંગ જોવા મળશે.

App Store

હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ઇંગ્લેન્ડ ભારે

વર્લ્ડ કપના ઈતિહાસ પર નજર કરીએ તો ઈંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે અત્યાર સુધીમાં કુલ 5 મુકાબલા ખેલાયા છે. આ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમનો પલ્લો થોડો ભારે રહ્યો છે. ઈંગ્લેન્ડે 3 મેચોમાં જીત મેળવી છે, જ્યારે આર્જેન્ટિનાને 2 મેચોમાં સફળતા મળી છે (જેમાં એક પેનલ્ટી શૂટઆઉટની જીત પણ સામેલ છે).

1966ના ઐતિહાસિક મુકાબલામાં વેમ્બલી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડે ટ્રોફી તો જીતી લીધી હતી, પરંતુ એ મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે પેદા થયેલી કડવાશ અને ખરાબ ભાવના દાયકાઓ સુધી ફૂટબોલ પિચ પર દેખાતી રહી છે.

કોચ લિયોનેલ સ્કાલોનીનો નવો રેકોર્ડ

બીજી તરફ, સ્વિટ્ઝરલેન્ડને શાનદાર મેચમાં હરાવીને આર્જેન્ટિનાએ સેમીફાઈનલમાં જગ્યા પાકી કરી લીધી છે. આ જીતની સાથે જ આર્જેન્ટિનાના મેનેજર લિયોનેલ સ્કાલોનીએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરીને નેશનલ ટીમના ઈતિહાસના સૌથી સફળ મેનેજરોમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે.

સ્વિટ્ઝરલેન્ડ સામેની મેચ લિયોનેલ સ્કાલોનીની આર્જેન્ટિનાના નેશનલ કોચ તરીકેની 13મી વર્લ્ડ કપ મેચ હતી. આ સાથે જ તેમણે 1978ના વર્લ્ડ કપ ચેમ્પિયન કોચ સીઝર લુઈસ મેનોટ્ટીનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમણે 12 વર્લ્ડ કપ મેચોમાં ટીમનું સંચાલન કર્યું હતું.

હવે સ્કાલોનીની નજર કાર્લોસ સાલ્વાડોર બિલાર્ડોના રેકોર્ડને પાર કરવા પર છે, જેમણે કોચ તરીકે 14 વર્લ્ડ કપ મેચોમાં ટીમ સંભાળી હતી. હાલમાં બિલાર્ડો પછી આર્જેન્ટિનાના ઈતિહાસમાં બીજા ક્રમે લિયોનેલ સ્કાલોની આવી ગયા છે.