Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Abhishek Sharma scored 233 runs in just 91 balls, hitting 25 sixes and 15 fours, the Indian opener

VIDEO: 25 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકારી અભિષેક શર્માએ માત્ર 91 બોલમાં બનાવ્યા 233 રન, ઈન્ડિયન ઓપનરની ફોર્મમાં વાપસી

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં એવો કહર વર્તાવ્યો કે હરીફ ટીમના બોલરો માત્ર તમાશા બનતા રહી ગયા. પંજાબ સ્ટેટ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સિનિયર ODI લિમિટેડ ઓવર્સ ટુર્નામેન્ટ 2026-27માં અમૃતસર મેન સિનિયર તરફથી રમતા અભિષેક શર્માએ તરન તારન મેન સિનિયર સામે માત્ર 91 બોલમાં 233 રનની અત્યંત વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ મુકાબલો 2 ઓગસ્ટ (રવિવાર) ના રોજ અમૃતસરના ગાંધી ગ્રાઉન્ડ્સ પર રમાયો હતો.

App Store

ચોગ્ગા-છગ્ગાની આતશબાજી અને ધમાકેદાર સ્ટ્રાઇક રેટ

ડાબા હાથના બેટર અભિષેક શર્માની આ ઈનિંગ સંપૂર્ણપણે આક્રમક રહી હતી. તેણે પોતાની 233 રનની ઈનિંગમાં 25 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે માત્ર બાઉન્ડ્રી દ્વારા જ 210 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 256.04 રહ્યો હતો. તેણે ઈનિંગની શરૂઆતથી જ વિરોધી ટીમના કોઈપણ બોલરને સેટ થવાની તક નહતી આપી અને મેદાન ચારેય બાજુ લાંબા શોટ્સ રમ્યા હતા.

અમૃતસરની ટીમ દ્વારા 533 રનનો વિશાળ સ્કોર

અભિષેક શર્માની આતિશી બેટિંગના દમ પર અમૃતસર મેન સિનિયરે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 533 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે અન્ય બેટર્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

  • અભય ચૌધરી: 85 બોલમાં 93 રન
  • અભિનવ શર્મા: 33 બોલમાં 51 રન
  • સાહિલ શર્મા: 20 બોલમાં 37 રન
  • વરિન્દર સિંહ લોહટ: 36 રન
  • સલિલ અરોડા: 29 રન

ઝિમ્બાબ્વે સિરીઝના ખરાબ ફોર્મને પાછળ છોડ્યું

ઉલ્લેખનીય છે કે અભિષેક શર્મા ઝિમ્બાબ્વે સામેની તાજેતરની T20 સિરીઝમાં બેટથી ખાસ કમાલ નહતો કરી શક્યો અને 3 ઈનિંગ્સમાં માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. જોકે, ડોમેસ્ટિક ક્રિકેટમાં આ શાનદાર વાપસી કરીને તેણે સાબિત કરી દીધું છે કે તેનું ફોર્મ અને વિસ્ફોટક બેટિંગ શૈલી યથાવત છે.