Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Tilak Verma will take charge of the new team, Karun Nair also returns

VIDEO: તિલક વર્મા સંભાળશે નવી ટીમની કમાન, કરુણ નાયર પણ પરત ફર્યો

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતના T20 વાઈસ-કેપ્ટન તિલક વર્માને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે 23 ઓગસ્ટથી શરૂ થનારી દુલીપ ટ્રોફીમાં સાઉથ ઝોનનું નેતૃત્વ કરશે. આંધ્રપ્રદેશના રિકી ભુઈને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

App Store

તિલક લાંબા સમયથી ભારતની T20 ટીમનો ભાગ છે અને તાજેતરમાં જ તેણે વાઈસ-કેપ્ટન પદ સંભાળ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સમાં પણ તેને મોટી ભૂમિકા આપવા અંગે ચર્ચા થઈ હતી. તેથી, તેને સાઉથ ઝોનના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાથી સંકેત મળે છે કે BCCI તેને નેતૃત્વની ભૂમિકા માટે વિચારી રહ્યું છે.

કરુણ નાયરનું વાપસી

કર્ણાટકના અનુભવી બેટ્સમેન કરુણ નાયરને પણ સાઉથ ઝોન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કરુણ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગયા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન આઠ વર્ષ પછી તેને ટેસ્ટ ટીમમાં પાછો બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તેણે ચાર મેચમાં ફક્ત એક જ અડધી સદી ફટકારી હતી અને ત્યારબાદ તેને પડતો મૂકવામાં આવ્યો હતો. જોકે, તેણે હાર નથી માની અને પ્રયાસ ચાલુ રાખ્યા છે. તેની સાથે વિકેટકીપર એન. જગદીસન પણ જોડાયો છે.

સાઉથ ઝોનની ટીમ સીધી સેમીફાઈનલમાં રમશે

દુલીપ ટ્રોફી 23 ઓગસ્ટથી શરૂ થશે, પરંતુ સાઉથ ઝોનની ટીમ સીધી સેમીફાઈનલમાં પહોંચશે, જે 30 ઓગસ્ટે રમાશે. કારણ કે સાઉથ ઝોનની ટીમ ગઈ સિઝનમાં ફાઈનલમાં રમી હતી. ગઈ સિઝનના બંને ફાઈનલિસ્ટ સીધા સેમીફાઈનલમાં પહોંચશે. સેન્ટ્રલ ઝોન ગઈ સિઝનમાં ફાઈનલ જીત્યું હતું અને આ વખતે સેમીફાઈનલમાં રમશે. આ ટીમનું નેતૃત્વ રજત પાટીદાર કરશે.

દુલીપ ટ્રોફી માટે સાઉથ ઝોનની ટીમ

તિલક વર્મા (કેપ્ટન), રિકી ભુઇ (વાઇસ-કેપ્ટન), અભિનવ તેજરાના, એસકે રશીદ, કે. હિમતેજા, આર. સ્મરણ, એન. જગદીસન, કરુણ નાયર, ટી. ત્યાગરાજન, શ્રેયસ ગોપાલ, કે. સાઈ તેજા, ટી. વિજય, વી. કવેરપ્પા અને અમન ખાન.