Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Hardik Pandya's new look! Shaved head, visited Venkateswara Swamy temple with girlfriend Mahika Sharma

VIDEO: હાર્દિક પંડ્યાનો નવો લુક! માથું મુંડાવ્યું, ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે કર્યા વેંકટેશ્વર સ્વામીના મંદિરમાં દર્શન

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હાર્દિક પંડ્યા હાલમાં ભારતીય ટીમની બહાર છે. IPL 2026ના અંતિમ તબક્કા દરમિયાન તેને ઈજા થઈ હતી. ત્યારથી તે સ્વસ્થ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંડ્યા ભારતની આગામી ODI સિરીઝ માટે ફિટ થવાની શક્યતા છે. હવે, ટીમ ઈન્ડિયામાં તેના કમબેક પહેલા, હાર્દિક પંડ્યા એક નવા લુકમાં જોવા મળ્યો છે. તેણે માથું મુંડાવ્યું અને તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે વેંકટેશ્વર સ્વામીના મંદિરમાં દર્શન કર્યા.

App Store

હાર્દિક પંડ્યાએ વેંકટેશ્વર સ્વામીના મંદિરમાં દર્શન કર્યા

2 ઓગસ્ટના રોજ, હાર્દિક પંડ્યાએ આંધ્રપ્રદેશના તિરુમાલામાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કર્યા. તેણે તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે મંદિરની મુલાકાત લીધી, જ્યાં તેણે પ્રભાત સેવામાં હાજરી આપી અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા. આના વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાએ તિરુમાલા મંદિરના દર્શન માટે પોતાનું માથું મુંડાવ્યું અને એકદમ અલગ લુકમાં દેખાયો.

પંડ્યાએ સફેદ કુર્તો અને પાયજામા અને માથા પર તિલક લગાવ્યું હતું. હાર્દિક અને મહિકા બંને આ પ્રસંગે ભક્તિભાવથી ભરેલા દેખાતા હતા, બધી વિધિઓનું પાલન કરતા હતા અને પૂજા કરતા હતા. હાર્દિક પંડ્યા અને મહિકા શર્માએ થોડા મહિના પહેલા તેમના ઘરે યજ્ઞ પણ કર્યો હતો.

હાર્દિક પંડ્યા ચર્ચાનો વિષય બન્યો છે

હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટથી દૂર છે અને તેના કમબેકની તૈયારી કરી રહ્યો છે, તેમ છતાં તે ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવસો પહેલા, અહેવાલો સામે આવ્યા હતા કે હાર્દિક પંડ્યા માટે MI અને CSK વચ્ચે ટ્રેડ અંગે વાતચીત ચાલી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે હાર્દિકના બદલામાં શિવમ દુબે અને ડેવાલ્ડ બ્રેવિસ સહિત 10 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. તાજેતરના અહેવાલમાં, MIના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે મુંબઈ ઈન્ડિયન્સે હજુ સુધી કોઈ ટ્રેડ વાતચીત શરૂ નથી કરી.