Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Jasprit Bumrah ruled out of Sri Lanka Test series with knee injury, frontrunner to be named in squad

ઘૂંટણની ઈજાને કારણે જસપ્રીત બુમરાહ શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર, ટીમમાં સામેલ કરવા આ ખેલાડીનું નામ સૌથી આગળ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ઘૂંટણની ઈજાને કારણે જસપ્રીત બુમરાહ શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર, ટીમમાં સામેલ કરવા આ ખેલાડીનું નામ સૌથી આગળ
સોર્સ : gstv

શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચોની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે ફિટનેસ ટેસ્ટ દરમિયાન તેના ડાબા ઘૂંટણમાં દુખાવો સામે આવ્યો હતો, જેના કારણે મેડિકલ ટીમે તેને આરામ કરવાની સલાહ આપી છે.

App Store

ઘૂંટણની ઈજાને કારણે નિર્ણય

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026ના અંતિમ તબક્કા દરમિયાન બુમરાહના ડાબા ઘૂંટણની સમસ્યા ફરી સામે આવી હતી. આ માટે તેમણે સ્પેશિયલ ઈંજેક્શન પણ લીધું હતું, પરંતુ ધાર્યા મુજબ રિકવરી થઈ શકી નથી. મેડિકલ ટીમ બુમરાહને લઈને કોઈ જોખમ લેવા માગતી નથી, તેથી તેમને પ્રવાસમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવાયો છે.

બોર્ડ જોખમ લેવા નથી માગતું

BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગળના સમયમાં એશિયન ગેમ્સ, ન્યુઝીલેન્ડ પ્રવાસ અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટો રમાવાની છે. બુમરાહ જેવા મહત્વના ખેલાડીને ઉતાવળમાં મેદાન પર ઉતારીને ઈજા વધારવાનું બોર્ડ પરવડી શકે તેમ નથી, તેથી તેમની પૂરી ફિટનેસ જ અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા છે.

આકિબ નબીને મળી શકે છે તક

બુમરાહના વિકલ્પ તરીકે જમ્મુ-કાશ્મીરના 29 વર્ષીય ફાસ્ટ બોલર આકિબ નબીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ ઈન્ડિયા-એ તરફથી રમતા તેમણે શ્રીલંકા પ્રવાસ પર 2 મેચમાં 6 વિકેટ ઝડપીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બુમરાહની ગેરહાજરીમાં હવે ભારતીય ફાસ્ટ બોલિંગની જવાબદારી મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુરનૂર બરાર પર રહેશે. આ શ્રેણી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 નો ભાગ હોવાથી ભારત માટે બુમરાહ વિના મેદાનમાં ઉતરવું મોટો પડકાર બની રહેશે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાયસ કેપ્ટન), યશસ્વી જેસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, સાઈ સુદર્શન (ફિટનેસ ક્લિયરન્સને આધીન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર, પ્રસિદ્ધ ક્રિષ્ના, સારાંશ જૈન અને ગુરનૂર બરાર.

પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ

પ્રથમ ટેસ્ટ મેચ 15 થી 19 ઓગસ્ટ દરમિયાન ગાલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 23 થી 27 ઓગસ્ટ દરમિયાન કોલંબોના એસએસસી સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યાથી રમાશે. આ પહેલાં ટીમ 7 થી 9 ઓગસ્ટ દરમિયાન કોલંબોમાં પ્રેક્ટિસ મેચ રમશે.