અજિત અગરકરના ભવિષ્ય અંગે આવ્યું એક મોટું અપડેટ, BCCIએ ભર્યું આ પગલું

ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અજિત અગરકરના ભવિષ્ય અંગે અનેક અહેવાલો ફરતા થઈ રહ્યા છે. ચીફ સિલેક્ટર તરીકેનું તેનું પદ જોખમમાં છે. ચીફ સિલેક્ટર તરીકે અગરકરના પદ અંગે હજુ પણ અનિશ્ચિતતા છવાયેલી છે. જોકે, BCCIએ હવે મેન્સ સિલેક્શન કમિટીની રચના અંગે નિર્ણય લેવા માટે અધિકારીઓને સત્તા આપી છે. અગરકરે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પણ ભારતીય ટીમની પસંદગી કરી હતી.
એક મોટું અપડેટ સામે આવ્યું છે
એક અહેવાલ મુજબ ચીફ સિલેક્ટર તરીકે અગરકરના ચાલુ રહેવા અંગે અટકળો ચાલી રહી છે. જોકે, BCCIએ સિલેક્શન કમિટીની રચના અંગે બોર્ડના અધિકારીઓને નિર્ણય સોંપી દીધો છે. ઈંગ્લેન્ડમાં ODI સિરીઝ દરમિયાન રોહિત શર્માના નિવૃત્તિની અફવાઓ સામે આવતાં અગરકરના પદ અંગે પ્રશ્નો ઉભા થયા હતા, અહેવાલો સૂચવે છે કે અગરકરે રોહિત શર્માને લોર્ડ્સમાં કારકિર્દીની છેલ્લી ODI મેચ રમવા માટે કહ્યું હતું.
એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અગરકરે ભારતીય કેપ્ટનને રોહિત શર્માની છેલ્લી મેચ વિશે જાણ કરી હતી અને ભવિષ્ય માટે તે ટીમની યોજનાઓમાં નથી. જોકે, પાછળથી BCCIએ રોહિતના કેસમાં હસ્તક્ષેપ કર્યો હતો અને સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ અહેવાલોને અફવાઓ ગણાવીને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે રોહિત શર્મા ક્યાંય નથી જઈ રહ્યો. અગરકરને જુલાઈ 2023માં ભારતીય સિલેક્શન કમિટીના ચીફ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેનો કાર્યકાળ સપ્રટેમ્બર 2026 સુધી માન્ય હોવાનું કહેવાય છે.
પાર્થિવ પટેલ નવી ચીફ સિલેક્ટર બની શકે છે
જો અગરકરનો કાર્યકાળ સમાપ્ત થાય છે, તો BCCI તાત્કાલિક નવા ચીફ સિલેક્ટરની જાહેરાત નથી કરી શકતું. નિયમો અનુસાર, બોર્ડે એક પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ, પદ માટે જાહેરાત જારી કરવી અને પછી ઇન્ટરવ્યુ આયોજન કરવું પડશે. વધુમાં, એવા અહેવાલો આવ્યા છે કે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલ અગરકરને નવા ચીફ સિલેક્ટર તરીકે બદલી શકે છે.
બીજી બાજુ, નવી જુનિયર સિલેક્શન કમિટીની નિમણૂક માટેની પ્રક્રિયા પણ હજુ પૂર્ણ નથી થઈ. બોર્ડે 24 ઓગસ્ટે પાંચ પદો માટે જાહેરાત બહાર પાડી હતી. પરંતુ ઇન્ટરવ્યુ હજુ સુધી નથી થયા. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે વાર્ષિક સામાન્ય સભા પછી નવી સિલેક્શન કમિટીની જાહેરાત કરવામાં આવશે. પરંતુ હજુ સુધી એવું નથી થયું. જુનિયર સિલેક્શન કમિટીની જાહેરાત આવતા મહિને થવાની અપેક્ષા છે.

