VIDEO: જાપાનમાં 20મી એશિયન ગેમ્સનો પ્રારંભ, ઓપનિંગ સેરેમનીમાં પાંખી હાજરી
૨૦મી એશિયન ગેમ્સનો નાગોયાના મિઝુહો પાર્ક એથલેટિક સ્ટેડિયમમાં રંગારંગ અને હાઈ-ટેક ઉદ્ઘાટન સમારોહ સાથે પ્રારંભ થયો, જેની સાથે જ અડધી-અધૂરી તૈયારીઓ વચ્ચે આ મોટી રમત સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ. જાપાનના સમ્રાટ નારુહિતોએ મહારાણી મસાકો, શાહી પરિવારના સભ્યો, એશિયાઈ ઓલિમ્પિક પરિષદના અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની અધ્યક્ષની ઉપસ્થિતિમાં એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમની યોજાઈ. બે કલાકના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત જાપાનના રાષ્ટ્રગાનથી થઈ, જેના પછી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. જાપાનના આત્મરક્ષા બળના નવ સભ્યો ધ્વજને મંચ સુધી લાવ્યા, જે બાદ તેને ફરકાવવામાં આવ્યો. આ પછી સ્ટેડિયમની લાઈટો બંધ કરી દેવામાં આવી અને એક સ્પોટલાઈટ વડે રાષ્ટ્રીય ધ્વજ પર પ્રકાશ પાડવામાં આવ્યો. ઉદ્ઘાટન સમારોહમાં સામાન્ય રીતે જોવા મળતી ભવ્યતા જોવા ન મળી અને સ્ટેડિયમમાં ઘણી સીટો ખાલી જોવા મળી.

