Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 15 fours, 15 sixes... Vaibhav Suryavanshi hits century in Under-19 World Cup final

15 ચોગ્ગા, 15 છગ્ગા... અંડર 19 વર્લ્ડ કપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકારી સદી

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2026
લાઇવ ટીવીGoogle News
15 ચોગ્ગા, 15 છગ્ગા... અંડર 19 વર્લ્ડ કપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકારી સદી
સોર્સ : GSTV

આજે ICC મેન્સ અંડર-19 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતના સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ધુંઆધાર બેટિંગ કરીને સદી ફટકારી. 

App Store

ફાઈનલ મેચમાં ભારતના સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશીએ 71 બોલમાં 15 ચોગ્ગા, 15 છગ્ગા સાથે 175 રન બનાવ્યા હતા. વૈભવની તાબડતોબ બેટિંગ જોઈ ઈંગ્લેન્ડની ટીમના બોલર્સ હાંફી ગયા હતા. 

કેપ્ટન આયુષ મ્હાત્રેએ 51 બોલમાં 53 રન ફટકાર્યા

આજની મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી ઓપનિંગ કરવા માટે વૈભવ સૂર્યવંશી અને એરોન જ્યોર્જ મેદાનમાં ઉતર્યા. એરોન 11 બોલમાં માત્ર 9 રન બનાવી આઉટ થયો.  તે પછી ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેએ 51 બોલમાં 53 રન ફટકારી મહત્ત્વનું યોગદાન આપ્યું. આયુષ પછી વેદાંત ત્રિવેદી બેટિંગ કરવા ઉતર્યો હતો. 

નોંધનીય છે કે ભારતની અંડર-19 ટીમ સતત છઠ્ઠી અને કુલ 10મી વખત વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી. જે પણ એક રેકોર્ડ છે. ભારતીય ટીમ અત્યાર સુધીમાં વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022 એમ 5 વખત અંડર-19 વર્લ્ડકપની ફાઈનલ જીતી ચૂકી છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં માત્ર એક જ વખત વર્લ્ડકપ જીત્યો હતો. 

ભારતની પ્લેઈંગ-11 : વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, આયુષ મ્હાત્રે, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કૂંડું, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, હેનિલ પટેલ, દિપેશ દેવેન્દ્રન