Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Wonderful coincidence of Ekadashi and Thursday, these remedies will change your fate

Religion: પરમ એકાદશી 2026; એકાદશી અને ગુરુવારનો અદ્ભુત સંયોગ, આ ઉપાયોથી બદલાઈ જશે ભાગ્ય

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Religion: પરમ એકાદશી 2026; એકાદશી અને ગુરુવારનો અદ્ભુત સંયોગ, આ ઉપાયોથી બદલાઈ જશે ભાગ્ય
સોર્સ : GSTV

હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. દર મહિને બે એકાદશી આવે છે. એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. એકાદશીના પવિત્ર દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની વિધિવત પૂજા કરવાથી જીવનમાં સફળતા મળે છે અને તમામ કાર્યોના શુભ પરિણામો પ્રાપ્ત થાય છે.

App Store

આ વર્ષે અધિક માસની (પરમ એકાદશી) વ્રત ગુરુવાર, ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ આવી રહ્યું છે. એકાદશી અને ગુરુવારનો આ શુભ સંયોગ અત્યંત દુર્લભ અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવાની સાથે કેટલાક ખાસ ઉપાયો અને મંત્રોનો જાપ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો સંચાર થાય છે. ચાલો જાણીએ આ દિવસના ખાસ ઉપાયો અને મંત્રો વિશે:

એકાદશી પર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના ખાસ ઉપાયો

ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની પૂજા

એકાદશીના દિવસે સવારે સ્નાન આદિથી નિવૃત્ત થઈને પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે બૃહસ્પતિ દેવની (ગુરુ ગ્રહ) પૂજા કરો. ઘરની બહાર નીકળતા પહેલા કપાળ પર કેસર અથવા ચંદનનું તિલક અવશ્ય લગાવો. આ ઉપાયથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને ધન તેમજ પ્રગતિના માર્ગ ખુલે છે.

વિષ્ણુ ચાલીસા અથવા સહસ્ત્રનામનો પાઠ

પૂજા દરમિયાન સાચા હૃદયથી વિષ્ણુ ચાલીસા અથવા 'વિષ્ણુ સહસ્ત્રનામ' નો પાઠ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ પાઠ કરવાથી ભગવાન વિષ્ણુ શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાના આશીર્વાદ વરસાવે છે. આનાથી મન એકાગ્ર બને છે અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.

કેળા અને પીપળાના વૃક્ષના ઉપાય

ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. પૂજા દરમિયાન તાંબાના લોટામાં પાણી લઈ, તેમાં એક ચપટી હળદર ભેળવીને કેળાના છોડને અર્પણ કરો. આ સાથે થોડો ગોળ અને ચણાની દાળ પણ અર્પણ કરવી શુભ ગણાય છે.

પીપળાના ઝાડને જળ અર્પણ કરો

ધાર્મિક માન્યતા અનુસાર પીપળાના વૃક્ષમાં ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) નો વાસ હોય છે. એકાદશીના દિવસે પીપળાના ઝાડના મૂળમાં હળદર અથવા ગોળ મિશ્રિત જળ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે. આ ઉપાયથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને કરિયરમાં ઉન્નતિ થાય છે.

પ્રસાદમાં તુલસીના પાન અવશ્ય ઉમેરો

ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમને સાત્વિક ભોગ અર્પણ કરો. ખાસ ધ્યાન રાખો કે વિષ્ણુજીના ભોગમાં તુલસીના પાન (તુલસીદલ) અવશ્ય સામેલ હોવા જોઈએ, કારણ કે તુલસી વિના ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ કરતા નથી. આ ઉપાયથી ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય છે.

ભગવાન વિષ્ણુના શક્તિશાળી મંત્રો

પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના આ મંત્રોનો જાપ કરવાથી વિશેષ પુણ્ય મળે છે:

'ॐ नारायणाय नम:'

'ॐ विष्णवे नम:'

'ॐ अं वासुदेवाय नम:'

'ॐ अ: अनिरुद्धाय नम:'

'ॐ अं प्रद्युम्नाय नम:'

'ॐ हूं विष्णवे नम:।'

इस मंत्र का भी करें जाप

'ॐ नारायणाय विद्महे।
वासुदेवाय धीमहि।
तन्नो विष्णु प्रचोदयात्।।'

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.