Vastu Tips: જાણો વાસ્તુશાસ્ત્ર અનુસાર કબાટની સાચી દિશા અને પ્લેટફોર્મનું મહત્વ

કબાટ ઘરની સુંદરતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ શું તમે જાણો છો કે તેની ખોટી દિશા અને નિર્માણ પદ્ધતિ તમારા ઘરની સુખ-શાંતિને અસર કરી શકે છે?
વાસ્તુશાસ્ત્ર અનુસાર, કબાટની નીચે બનાવવામાં આવતું પ્લેટફોર્મ માત્ર સ્વચ્છતા અને સલામતી માટે જ નહીં, પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. વાસ્તુ દોષથી બચવા માટે કબાટ કઈ દિશામાં મજબૂત આધાર સાથે અને કઈ દિશામાં હળવા આધાર સાથે મૂકવું જોઈએ, તે સમજવું જરૂરી છે.
સામાન્ય રીતે ડ્રોઇંગ રૂમ, લિવિંગ રૂમ, બેડરૂમ કે ડ્રેસિંગ રૂમમાં કબાટ મુવતી વખતે તેની નીચે ૨ થી ૩ ઇંચનું મજબૂત પ્લેટફોર્મ અથવા આધાર બનાવવામાં આવે છે, જેથી ફ્લોર પર પાણીથી સફાઈ કરતી વખતે કબાટની અંદરની વસ્તુઓ સુરક્ષિત રહે અને પલે નહીં. જોકે, વાસ્તુ અનુસાર આ પ્લેટફોર્મ બનાવતી વખતે નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ:
દક્ષિણ અને પશ્ચિમ દિશા
જો કબાટ દક્ષિણ કે પશ્ચિમ દિવાલ પર બનાવવામાં આવી રહ્યું હોય, તો તેની નીચે ૨-૩ ઇંચનું મજબૂત પ્લેટફોર્મ બનાવી શકાય છે. એ વાત સુનિશ્ચિત કરો કે આ ભારે કબાટ રૂમના દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ખૂણામાં રાખવામાં આવે.
ઉત્તર, પૂર્વ અને ઉત્તર-પૂર્વ દિશા
જો કબાટ ઉત્તર, ઉત્તર-પૂર્વ (ઈશાન) કે પૂર્વ દિશામાં બનાવવામાં આવી રહ્યું હોય, તો તેનું ફ્લોર લેવલ ઘરના બાકીના ભાગ જેટલું જ સમતલ હોવું જોઈએ. આ હળવા અને પ્રકાશિત વિસ્તારમાં વધુ ઊંચાઈ કે ભારેપણું લાવવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે.
જો આ દિશામાં કબાટ બનાવતી વખતે તેનો આધાર ૨-૩ ઇંચ ઊંચો કરવો જરૂરી હોય, તો તે આધાર અંદરથી નક્કર/મજબૂત હોવાને બદલે પોલો (Hollow) રાખવો જોઈએ. બહારથી ઢંકાયેલું દેખાય તે માટે નીચે પ્લાયવુડની સપોર્ટ સ્ટ્રીપ (સ્ક્રટિંગ) લગાવી શકાય છે, જેથી ઉત્તર-પૂર્વનો ખૂણો વધુ ઊંચો કે ભારે ન બને.

