Vastu Tips/ ઘરમાં પૂજા કરતી વખતે ભૂલથી પણ ન કરો આ 4 ભૂલો, નહીંતર અટકી જશે સકારાત્મક ઊર્જા!

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ રહેલું છે. વાસ્તુશાસ્ત્ર માત્ર ઘરની રચના કે ડિઝાઇન પૂરતું સીમિત નથી, પરંતુ તેમાં પૂજા-અર્ચના કરવાની સાચી રીત અને નિયમોનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને મનની શાંતિ માટે દરેક વ્યક્તિ ભગવાનની પૂજા કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરનું મંદિર એ સકારાત્મક ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. જોકે, પૂજા કરતી વખતે જો વાસ્તુના નિયમોનું પાલન ન કરવામાં આવે, તો આ સકારાત્મક ઊર્જામાં અવરોધ ઊભો થાય છે અને ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થવા લાગે છે, જેનાથી વાસ્તુદોષ સર્જાય છે. આ વાસ્તુદોષ તમારા જીવનમાં અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે.
પૂજા કરતી વખતે ટાળો આ સામાન્ય ભૂલો:
-
મંદિરમાં મૂર્તિઓનું સ્થાન વારંવાર ન બદલવું:
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂજાઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિનું સ્થાન વારંવાર બદલવું ન જોઈએ. જે મૂર્તિ જ્યાં સ્થાપિત કરી હોય તેને ત્યાં જ રાખવી જોઈએ. વારંવાર મૂર્તિઓનું સ્થાન બદલવાથી જીવનમાં પણ અસ્થિરતા આવી શકે છે.
-
પૂજાની સાચી અને સંપૂર્ણ વિધિ:
ઘણા લોકોને પૂજા કરતી વખતે પ્રસાદ ધરાવવાનું કે ફૂલ ચઢાવવાનું ભુલાઈ જતું હોય છે. પરંતુ વાસ્તુ મુજબ પૂજા હંમેશાં ક્રમાનુસાર થવી જોઈએ:
-
સૌપ્રથમ ભગવાનને જળ અર્પણ કરવું અને ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું.
-
ફરી એકવાર શુદ્ધ જળથી સ્નાન કરાવી, મૂર્તિને સ્વચ્છ વસ્ત્રથી લૂછીને વસ્ત્ર અર્પણ કરવાં.
-
ત્યારબાદ ધૂપ-દીપ પ્રગટાવી, પુષ્પ ચઢાવવાં અને છેલ્લે નૈવેધ્ય (પ્રસાદ) ધરાવવો.
પૂજા વિધિમાં આમાંથી એકપણ વસ્તુ ભૂલવી ન જોઈએ.
-
-
એક જ દેવતાની બે મૂર્તિઓ ન રાખવી:
વાસ્તુશાસ્ત્ર મુજબ મંદિરમાં એક જ દેવતાની બે સરખી મૂર્તિઓ, બે શિવલિંગ, બે શંખ કે એક જ સ્વરૂપના બે ફોટા ન રાખવા જોઈએ. ઘરમાં એક દેવતાની એક જ મૂર્તિ હોય તે શ્રેષ્ઠ ગણાય છે.
-
મંદિરની સ્વચ્છતા જાળવવી:
પૂજાઘર અને તેની આસપાસનો તમામ વિસ્તાર હંમેશાં એકદમ સ્વચ્છ અને પવિત્ર હોવો જોઈએ. ત્યાં કોઈપણ પ્રકારનો કચરો કે બિનજરૂરી સામાન ન હોવો જોઈએ. મંદિર ચોખ્ખું રાખવાથી ઘરમાં હંમેશાં પ્રસન્નતા અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

