Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Vastu Tips: Keep these 5 auspicious things at the main entrance of the house, increase positive energy and prosperity

Vastu Tips: ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર રાખો આ 5 શુભ વસ્તુઓ, વધશે સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips: ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર રાખો આ 5 શુભ વસ્તુઓ, વધશે સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ
સોર્સ : gstv

વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય પ્રવેશદ્વારને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મુખ્ય દ્વારથી જ ઘરમાં ઉર્જાનો પ્રવેશ થાય છે. તેથી, તેને હંમેશાં સ્વચ્છ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રાખવાની સલાહ આપવામાં આવે છે.

App Store

વાસ્તુ અનુસાર, મુખ્ય પ્રવેશદ્વાર પર કેટલીક શુભ વસ્તુઓ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ જ કારણસર ઘણા લોકો પોતાના ઘરના મુખ્ય દ્વારને શણગારે છે અને વાસ્તુ સંબંધિત વસ્તુઓ પણ મૂકે છે. ચાલો જાણીએ એવી ૫ વસ્તુઓ વિશે, જેને મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકવી વાસ્તુ મુજબ અત્યંત શુભ ગણાય છે:

 'શુભ-લાભ' અથવા સ્વસ્તિકનું પ્રતીક

વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વસ્તિક કે 'શુભ-લાભ'નું પ્રતીક બનાવવું અથવા મૂકવું ખૂબ શુભ માનવામાં આવે છે. તે સૌભાગ્ય અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે ઘરના પ્રવેશદ્વાર પર સ્વસ્તિક હોવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અને વાતાવરણ પવિત્ર રહે છે.

આસોપાલવ કે કેરીના પાનનું તોરણ

ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવ અથવા કેરીના પાનથી બનેલું તોરણ લટકાવવાની પરંપરા સદીઓ જૂની છે. તેને સમૃદ્ધિ અને મંગળકારી માનવામાં આવે છે. વિશેષ કરીને ધાર્મિક પ્રસંગો અને તહેવારોમાં તોરણ બાંધવાનો વિશેષ મહિમા છે.

ભગવાન ગણેશની પ્રતિમા કે તસવીર

ભગવાન ગણેશને વિઘ્નહર્તા માનવામાં આવે છે. વાસ્તુના નિયમો અનુસાર, મુખ્ય પ્રવેશદ્વાર પર ગણેશજીની પ્રતિમા અથવા ચિત્ર લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. જોકે, ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરતી વખતે યોગ્ય દિશા અને સ્થાનનું ધ્યાન રાખવું જરૂરી છે.

સાંજના સમયે દીવો પ્રગટાવવો

સાંજના સમયે મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ ગણાય છે. એવી માન્યતા છે કે દીવાના પ્રકાશથી નકારાત્મકતા દૂર થાય છે, સકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.

 મંગળ કળશ

ઘણા ઘરોમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે પાણીથી ભરેલો મંગળ કળશ રાખવાની પરંપરા હોય છે. તેને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વચ્છતા છે સૌથી મહત્વપૂર્ણ:

વાસ્તુ અનુસાર, ઘરનો મુખ્ય દરવાજો હંમેશાં સાફ-સુથરો અને વ્યવસ્થિત હોવો જોઈએ. પ્રવેશદ્વારની આસપાસ કચરો, જૂના જોડાં-ચંપલ કે બિનઉપયોગી વસ્તુઓનો જમાવડો ન કરવો જોઈએ.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:GSTV NewsGujarati News