આજે તેરસનું શ્રાદ્ધ, પ્રદોષ અને શિવરાત્રી; જાણો આજનું સંપૂર્ણ પંચાંગ

ભાદરવા વદ તેરસ, ગુરૂવાર: આજે તેરસનું શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે. સાથે જ આજે પ્રદોષ અને શિવરાત્રીનો પણ સંયોગ છે. અમદાવાદમાં સૂર્યોદય સવારે 6:35 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 6:19 કલાકે થશે.
દિવસના ચોઘડિયા
શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા
અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
સૂર્યોદય-સૂર્યાસ્ત
અમદાવાદમાં સૂર્યોદય સવારે 6 કલાક 35 મિનિટે અને સૂર્યાસ્ત સાંજે 6 કલાક 19 મિનિટે થશે. નવકારસીનો સમય સવારે 7 કલાક 23 મિનિટ છે.
જન્મરાશિ અને નક્ષત્ર
ચંદ્ર સિંહ રાશિમાં રાત્રે 27 કલાક 20 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર રાત્રે 21 કલાક 21 મિનિટ સુધી રહેશે, ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે.
ગોચર ગ્રહ
સૂર્ય કન્યા, મંગળ કર્ક, બુધ તુલા, ગુરુ કર્ક, શુક્ર તુલા, શનિ મીન, રાહુ કુંભ અને કેતુ સિંહ રાશિમાં છે. ચંદ્ર સિંહ રાશિમાં 27 કલાક 20 મિનિટ સુધી અને ત્યારબાદ કન્યા રાશિમાં રહેશે.
હર્ષલ વૃષભ, નેપચ્યુન મીન અને પ્લુટો મકર રાશિમાં છે. રાહુકાળ બપોરે 1:30થી 3:00 કલાક સુધી રહેશે.
સંવત અને ઋતુ
વિક્રમ સંવત 2082, પિંગલ સંવત્સર, શાકે 1948 પરાભવ અને જૈનવીર સંવત 2552 છે. દક્ષિણાયન તથા શરદઋતુ ચાલી રહી છે. રાષ્ટ્રીય દિનાંક આસો/16 અને વ્રજમાસ અશ્વિન-12 છે.
આજના ધાર્મિક પ્રસંગ
આજે તેરસનું શ્રાદ્ધ, પ્રદોષ અને શિવરાત્રી છે.
મુસલમાની હિજરી સન 1448 રબિઉલઆખર માસનો 26મો રોજ છે. પારસી શહેનશાહી વર્ષ 1396 અરદિબહશ્ત માસનો 25મો રોજ અશીશવંધ છે.

