શું તમે પણ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખો છો? આ એક ભૂલ ઘરમાં લાવી શકે છે કંગાળી અને નકારાત્મકતા!

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો દરેક હિસ્સો ઊર્જાના પ્રવાહમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે ઘરમાં ટોયલેટને એવું સ્થાન માનવામાં આવે છે, જેની યોગ્ય જાળવણી ન કરવામાં આવે તો ઘરની સકારાત્મક ઊર્જા નષ્ટ થઈ શકે છે. એક જરૂરી સલાહ એ છે કે, ટોયલેટનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ. આ ટેવ માત્ર ઘરને સાફ-સુથરું રાખવામાં મદદ નથી કરતી, પરંતુ સકારાત્મક ઊર્જા અને આર્થિક સમૃદ્ધિના નુકસાનને પણ રોકે છે.
ટોયલેટનો ખુલ્લો દરવાજો ઘરમાં કેવી અસર દર્શાવે છે?
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ટોયલેટ શૌચ ક્રિયા સાથે સંબંધિત સ્થાન માનવામાં આવે છે. તેનો સંબંધ આપણા શરીરની અશુદ્ધિઓને દૂર કરવા સાથે પણ જોડાયેલો છે, પરંતુ જો તેનું સ્થાન કે જાળવણી યોગ્ય ન હોય, તો તે નકારાત્મકતાનો સ્ત્રોત પણ બની શકે છે.
એવું પણ માનવામાં આવે છે કે ટોયલેટ સ્થિર ઊર્જાનું વાહક હોય છે, આવી સ્થિતિમાં તેનો દરવાજો ખુલ્લો રહેવાથી ઘરના બાકીના હિસ્સાઓને પ્રભાવિત કરી શકે છે.
ટોયલેટનો દરવાજો શા માટે બંધ રાખવો જોઈએ?
ઊર્જાનું નુકસાન રોકે છે
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખુલ્લા ટોયલેટના દરવાજામાંથી સકારાત્મક ઊર્જા ઘરની બહાર નીકળી જાય છે, જેના કારણે ઘરમાં રહેતા સભ્યો પર તેની નકારાત્મક અસર જોવા મળે છે. તેનાથી પ્રેરણામાં ઘટાડા સાથે, આર્થિક નુકસાન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ જોવા મળી શકે છે.
આર્થિક સ્થિરતા જાળવવામાં મદદ
ઘણા વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે, ટોયલેટનો દરવાજો ખુલ્લો રહેવાથી ધન અને સમૃદ્ધિ સમાપ્ત થઈ શકે છે. ટોયલેટનો ગેટ બંધ રાખવાથી આર્થિક સ્થિતિ પર સારી અસર પડે છે.
સ્વાસ્થ્યમાં વધુ સુધારો
ટોયલેટનો બંધ દરવાજો રોગાણુઓ અને દુર્ગંધને ફેલાતા નિયંત્રિત કરે છે. આ વાસ્તુના એ સિદ્ધાંતને અનુરૂપ છે, જે ઘરમાં રહેવાના વાતાવરણને શુદ્ધ અને સંતુલિત કરવામાં મદદ કરે છે.
માનસિક શાંતિ ભંગ થવાથી બચાવ
ટોયલેટનો સંબંધ જળ તત્વ સાથે જોડાયેલો માનવામાં આવે છે, જે અનિયંત્રિત થવા પર ભાવાનાત્મક અસંતુલન પેદા કરે છે. બંધ દરવાજો તેની અસરને નિયંત્રિત કરે છે.
વાસ્તુમાં ટોયલેટથી જોડાયેલી ખાસ સલાહ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં આદર્શ રીતે ટોયલેટ ઘરની ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) કે દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશા તરફ હોવું જોઈએ. તેને ઉત્તર-પૂર્વ (ઈશાન), દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) કે ઘરના કેન્દ્ર ભાગમાં બનાવવાથી ટાળવું જોઈએ.
આ ઉપરાંત ટોયલેટની સાથે-સાથે ટોયલેટ સીટની દિશાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ટોયલેટ સીટ હંમેશા ઉત્તર કે દક્ષિણ તરફ હોવી જોઈએ. તેને પૂર્વ કે પશ્ચિમ દિશા તરફ ન રાખવી જોઈએ.
ઘરમાં ઉપયોગમાં લેવાતા ટોયલેટને હંમેશા સાફ-સુથરું રાખવું જોઈએ. એક સ્વચ્છ ટોયલેટ સકારાત્મક ઊર્જાને પ્રોત્સાહન આપે છે અને નકારાત્મક ઊર્જાના સંચારને ફેલાતા રોકે છે.
આ સાથે જ ટોયલેટની બહાર એક નાનો અરીસો જરૂર લગાવવો જોઈએ. ટોયલેટની નકારાત્મક ઊર્જાને સોષવા (Absorb કરવા) માટે નજીકમાં જ મની પ્લાન્ટ કે વાંસ (Bamboo) જેવો કોઈ છોડ જરૂર લગાવવો જોઈએ.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

