Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : These 5 zodiac signs will have good luck in December

ડિસેમ્બરમાં આ 5 રાશિઓનું ચમકશે નસીબ, ચતુર્ગ્રહી યોગથી તમામ કાર્યમાં મળશે અઢળક સફળતા

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ડિસેમ્બરમાં આ 5 રાશિઓનું ચમકશે નસીબ, ચતુર્ગ્રહી યોગથી તમામ કાર્યમાં મળશે અઢળક સફળતા
સોર્સ : gstv

ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2025ના ત્રણ મહિનામાં ગ્રહોના ગોચરથી સૌથી વધુ પ્રભાવિત રાશિ વૃશ્ચિક છે. મંગળ ગ્રહે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં આ રાશિમાં પ્રવેશ કર્યો હતો, જે તેની પોતાની રાશિ છે. તેમજ 16 નવેમ્બરથી વૃશ્ચિક સંક્રાંતિ બાદ સૂર્ય પણ આ રાશિમાં છે. હવે શુક્ર 26 નવેમ્બરે એટલે કે આવતી કાલે મંગળની રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી ત્રિગ્રહી યોગ બનશે. ત્યારબાદ 6 ડિસેમ્બરે બુધ આ ત્રિગ્રહી યોગમાં જોડાશે અને જેનાથી ચતુર્ગ્રહી યોગ બનશે.

App Store

વૈદિક જ્યોતિષમાં સૂર્ય, મંગળ, શુક્ર અને બુધનો ચતુર્ગ્રહી યોગ અત્યંત શક્તિશાળી અને લાભદાયી માનવામાં આવે છે, કારણ કે આ ચાર ગ્રહોની સંયુક્ત શક્તિઓ ગહન, સંતુલિત અને શુભ પ્રભાવ બનાવે છે. આ યોગ જીવનમાં ઝડપી પ્રગતિ, બુદ્ધિ, કારકિર્દીમાં સફળતા, સંપત્તિ અને પ્રતિષ્ઠા પ્રદાન કરે છે. જ્યારે 6 ડિસેમ્બરે બનતો આ ચતુર્ગ્રહી યોગ તમામ રાશિઓ પર ઊંડી અસર કરશે, પરંતુ પાંચ રાશિઓ માટે આ સમય સુવર્ણકાળ સાબિત થઈ શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ યોગ ધન-સંપત્તિ અને પ્રતિષ્ઠાના નવા રસ્તા ખોલશે. કરિયરમાં સ્થિરતા અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. રોકાણ માટે લાભદાયક પરિસ્થિતિઓ સર્જાશે. બુધની હાજરીથી વિચાર અને યોજનામાં સંતુલન આવશે. આ સમયગાળામાં તમારી મહેનત અને બુદ્ધિ બંનેના પરિણામોનું રિઝસ્ટ મળી શકે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ ચતુર્ગ્રહી યોગ તેમના કરિયર અને આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર લાવશે. નોકરી કે વ્યવસાયમાં અચાનક લાભ અને પ્રમોશનના સમાચાર મળી શકે છે. આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા વધશે. આ સમય તમારી સર્જનાત્મકતા અને નેતૃત્વ ક્ષમતા માટે નવી દિશા આપશે. ધન, પ્રસિદ્ધિ અને સામાજિક માન-સન્માનમાં ઝડપથી વધારો થશે.

કન્યા રાશિ

કન્યા રાશિ માટે આ યોગ શિક્ષણ, કરિયર અને ધન ક્ષેત્રે લાભદાયક રહેશે. નોકરી અને વ્યવસાયમાં મહત્વપૂર્ણ અવસર મળશે. બુધના કારણે યોજના અને નિર્ણય ક્ષમતા સુધરશે. આર્થિક સ્થિરતા અને લાભની શક્યતા વધુ રહેશે. સમાજમાં માન-સન્માન વધશે અને વ્યક્તિગત જીવનમાં સંતુલન અને ખુશી આવશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ માટે આ સમય ખૂબ જ શુભ અને ધનદાયક રહેશે. સૂર્ય અને મંગળની પોતાની રાશિમાં હાજરીથી આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વધશે. 26 નવેમ્બરથી ત્રિગ્રહી યોગ અને 6 ડિસેમ્બરે બુધના જોડાવાથી કરિયર અને વ્યવસાયમાં નવી ઊંચાઈ મળશે. જૂના રોકાણ કે અટકેલા પૈસા મળશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને પરિવારમાં આનંદ રહેશે.

મકર રાશિ

મકર રાશિ માટે આ સમય ખાસ ફાયદાકારક રહેશે. બુધની હાજરી તમારા વ્યવસાયિક કુશળતા અને બુદ્ધિને તેજ બનાવશે. કામ પર મહત્વપૂર્ણ નિર્ણયો વધુ સરળતાથી લેવામાં આવશે. નાણાકીય લાભની તકો ઊભી થશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. કૌટુંબિક અને સામાજિક જીવનમાં સહકાર અને સંવાદિતા વધશે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.