મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

18 ફેબ્રુઆરી 2025, મંગળવારનું રાશિફળ, આ રાશિના જીવનમાં રહેશે ચિંતા

મેષ : માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ખર્ચ જણાય

18 ફેબ્રુઆરી 2025, મંગળવારનું રાશિફળ, આ રાશિના જીવનમાં રહેશે ચિંતા

મેષ : માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ખર્ચ જણાય.

વૃષભ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા રહે.

મિથુન : મહત્વના નિર્ણય લેવાના હોય તો મુલતવી રાખવા. વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

કર્ક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.

સિંહ : ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગની મુશ્કેલી જણાય. દેશ-પરદેશના કામમાં આપે સાવધાની રાખવી પડે. ઉતાવળ કરવી નહીં.

કન્યા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. સામાજિક-વ્યવહારિક કામમાં પ્રતિકૂળતા રહે.

તુલા : વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામકાજમાં વિલંબ જણાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત મુલતવી રાખવી.

વૃશ્ચિક : કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ રહે. નાંણાકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ઘીરે ચલાવવું.

ધન : પરદેશના કામમાં વિલંબ જણાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપના ચિંતા-પરેશાનીમાં વધારો થાય. ધંધામાં ધ્યાન રાખવું.

મકર : નોકરી-ધંધાના કામમાં આપને કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં.

કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને કોઈને કોઈ મુશ્કેલી આવ્યા કરે. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું પડે.

મીન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.

આ સમાચાર શેર કરો