1 જૂન 2025, રવિવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ

મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય- મનને શાંતિ- રાહત જણાય નહીં કામકાજમાં ઉતાવળ

1 જૂન 2025, રવિવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ

મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય- મનને શાંતિ- રાહત જણાય નહીં કામકાજમાં ઉતાવળ કરવી નહીં.

વૃષભ : યાત્રા- પ્રવાસ, મિલન- મુલાકાતનું આયોજન ગોઠવાય, આડોશ- પડોશના કામ અંગે સગા- સંબંધીના કામ અંગે વ્યસ્ત રહો.

જાહેરાત

મિથુન : આપના કામકાજ સાથે કૌટુંબિક- પારિવારિક, સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવે.

કર્ક : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન- મુલાકાતથી આનંદ અનુભવાય.

સિંહ : આપે આવેશ- ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. આકસ્મિક ખર્ચ- ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

કન્યા : આપના કાર્યમાં પુત્ર- પૌત્રાદિકનો સાથ સહકાર મળતા આનંદ થાય સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.

તુલા : આપના કાર્યની સાથે ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ, મિત્ર વર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ- શ્રમ રહે.

વૃશ્ચિક : જૂના મિત્ર, સ્વજન- સ્નેહી સાથે આકસ્મિક મુલાકાતથી આપને આનંદ રહે. ભાઈભાંડુનો સાથ- સહકાર મળી રહે.

ધન : દિવસના પ્રારંભથી જ આપને તબિયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામ કરવાની અનિચ્છા છતાં કામ કરવું પડે.

મકર : આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે. સંસ્થાકીય કામ અંગે, જાહેર ક્ષેત્રના કામ અંગે વ્યસ્તતા દોડધામ રહે.

કુંભ : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર- દોડધામ- શ્રમ વધે.

મીન : આપની મહેનત- બુદ્ધિ- અનુભવ- આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સફળતા મળે.

આ સમાચાર શેર કરો

જાહેરાત