2 મેં 2025, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં થશે વધારો
મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર રહે. વૃષ

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર રહે.
વૃષભ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. આપના કામની સાથે કૌટુંબિક પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને.
મિથુન : આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. રાજકીય સરકારી કામમાં વ્યસ્ત રહો.
કર્ક : આપે કોર્ટ કચેરીના કામમાં રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. ખર્ચ જણાય.
સિંહ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને લાભ ફાયદો જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કન્યા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ શ્રમ રહે.
તુલા : દેશ પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર ચાકરવર્ગનો સાથ સહકાર રહે.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં સાચવવું.
ધન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર જણાય.
મકર : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
કુંભ : આપની મહેનત બુદ્ધિ અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે.
મીન : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. મહત્ત્વના નિર્ણય લેવા નહીં.








