Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Shravan Sudathrij is celebrated as Shri Thakurani Trij

Dharmlok: શ્રાવણ સુદત્રીજ શ્રી ઠકુરાણી ત્રીજ તરીકે ઉજવાય છે

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: શ્રાવણ સુદત્રીજ શ્રી ઠકુરાણી ત્રીજ તરીકે ઉજવાય છે
સોર્સ : GSTV

શ્રીનંદનંદન પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુ તેઓના ફોઈ શ્રી કુંતા માતાજીને એકવાર દ્રૌપદીના સ્વયંવરમાં મળેલા. અર્જુનને જોતાં જ પહેલીવારની મુલાકાત છતાં પ્રભુ ઓળખી ગયેલા. લાક્ષાગૃહ પછી પાંડવો ગુપ્ત રીતે ફરતા હતા. જ્યાં દ્રૌપદી સ્વયંવરમાં જીત મેળવી ત્યાં નજીકમાં એક પ્રજાપતિના ઘરમાં પાંડવો રોકાયા હતા. રાત્રે ઘરની સાંકળ ખખડી અને ખોલીને જોયુ તો શ્રીકૃષ્ણ પધારેલા. ફોઈ ભત્રીજાનું લાગણીસભર મિલન થયું કુંતાજીએ કૌરવોના ષડયંત્રો સામે પોતાના પાંચે પુત્રોની જવાબદારી પ્રભુને સોંપી. જ્યારે પાંડવોની અલગ રાજધાની ઈન્દ્રપ્રસ્થની રચના થતી હતી ત્યારે પ્રભુ સ્વયં ત્યાં રોકાયા હતા. એક દિવસે યમુનાજીના કિનારે એક તપસ્વી કન્યાને જોઈ. અર્જુન તપાસ કરી લાવ્યા કે તે સૂર્યપુત્રી કાલિન્દીજી છે. જે પ્રભુને પતિ તરીકે પ્રાપ્ત કરવા કઠીન તપ કરી રહ્યા છે. આ જાણી પ્રભુ સ્વયં ત્યાં પધાર્યા. શ્રીયમુનાજીએ કમળના માળાજી સિધ્ધ કરી, પ્રભુને સમર્પ્યા. યમરાજાના ભગિનિ ઠાકોરજીને વર્યા તેથી ઠકુરાણી કહેવાયા. માટે શ્રાવણ સુદત્રીજ શ્રી ઠકુરાણી ત્રીજ તરીકે ઉજવાય છે. આ દિવસે આખા ઝારીજી યમુનાજીના જળથી ભરવામાં આવે છે. અને સૌ ગાય છે કે,

App Store

''યમુના મૈયા શ્રીજીનું શરણ આપજો. અમને શ્રીજી ચરણમાં સદા રાખજો મા સદા રાખજો મૈયા ઓ યમુના મૈયા.'' જય જય શ્રી યમુનાજી જય જય ઠકુરાણીજી.