Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Why is the month of Shravan called Shravan month?

Dharmlok: શ્રાવણ મહિનાને શ્રાવણ માસ શા માટે કહેવામાં આવે છે ?

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: શ્રાવણ મહિનાને શ્રાવણ માસ શા માટે કહેવામાં આવે છે ?
સોર્સ : Google

ચાતુર્માસ અંતર્ગત આવતો શ્રાવણ માસ તે અનેકાનેક પર્વોથી છલકાતો માસ છે. જેમાં ઠકુરાણી ત્રીજ, બળેવ, બોરચોથ, નાગ પંચમી, મા શીતળા સાતમ, ગોકુળ આઠમ, હિંડોળા, પારણા, સમાવિષ્ટ છે. શ્રાવણ માસમાં સત્સંગ-ભજન દ્વારા શ્રવણ ભક્તિ સિધ્ધ થાય છે. ભક્તિ માર્ગમાં આંખ અને કાન મુખ્ય છે.

App Store

ઓમ ભદ્રં કર્ણેભિ: શ્રૃણુયામ દેવા : ભદ્ર પશ્યેમાક્ષ્યાભિર્યજત્રા: આ મંત્રો એ બાબતને સમર્થન અર્પે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમ્યાન ભાવિક ભક્તો ભગવાન પરાત્પર શિવની શ્રધ્ધાપૂર્વક આરાધના કરે છે. શ્રાવણ માસમાં શ્રવણ નક્ષત્ર હોવાથી તે શ્રાવણ માસ કહેવાય છે.

 મા ભવાની શ્રધ્ધાસ્વરૂપ અને દેવાધિદેવ મહાદેવ વિશ્વાસનું પ્રતીક છે. જગતના મહાન ત્યાગી અને વિતરાગી છે. જેઓને જલાભિષેક બિલ્વપત્ર, ઘંતુરો, આકડો, ભસ્મલેપ અને લાડુનો ભોગ પ્રિય છે. એક બિલ્વપત્ર, એક પુષ્પ, એક લોટા જલકીધાર, દયાલુ રીઝકરદેત હૈ ચંદ્રમૌલિ ફલચાર. ત્રિદલં ત્રિગુણાકાર ત્રિનેત્રંચ ત્રિયાયુધમ્ ત્રિજન્મ : પાપ સંહારં એક બિલ્વ શિવાર્પણં આ બોલી બિલ્વ સમર્પિત થાય છે. ઓમ નમ:શિવાયના પંચાક્ષર મહામંત્રના જાપ અદભૂત ફળ આપે છે. પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્રમાં વિદ્યમાન છે. જય ભોલે.

- મુકેશભાઈ ભટ્ટ