Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Saffron is associated with Jupiter, the guru of the gods

Religion: દેવતાઓના ગુરુ બૃહસ્પતિ સાથે જોડાયેલું છે કેસર; આર્થિક પ્રગતિના બંધ દ્વાર ખોલવામાં કરશે મદદ

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Religion: દેવતાઓના ગુરુ બૃહસ્પતિ સાથે જોડાયેલું છે કેસર; આર્થિક પ્રગતિના બંધ દ્વાર ખોલવામાં કરશે મદદ
સોર્સ : GSTV

વાસ્તુ શાસ્ત્રમાં કેસરને ખૂબ જ શુભ, પવિત્ર અને ગુણકારી પદાર્થ માનવામાં આવે છે. જ્યોતિષની દ્રષ્ટિએ કેસરનો સંબંધ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ સાથે છે, જે સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઊર્જાના કારક છે. એવું માનવામાં આવે છે કે કેસરનો યોગ્ય ઉપયોગ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે, સકારાત્મક ઊર્જામાં વધારો કરે છે અને આર્થિક પ્રગતિના બંધ દ્વાર ખોલે છે. આ જ કારણે ઘણા ધાર્મિક અને વાસ્તુ ઉપાયોમાં કેસરનું વિશેષ મહત્વ રહેલું છે.

App Store

 મુખ્ય દરવાજા પર કેસરના પાણીનો છંટકાવ

ઘરના મુખ્ય દરવાજાને  ઊર્જાના પ્રવેશનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે. વાસ્તુ માન્યતાઓ અનુસાર, એક સ્વચ્છ તાંબાના કે કાચના વાસણમાં શુદ્ધ પાણી લઈ, તેમાં કેસરના થોડા તાર ઓગાળીને મુખ્ય દરવાજા પર છાંટવા ખૂબ જ શુભ ગણાય છે.

આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક સ્પંદનો વધે છે. વધુમાં, આ ઉપાય ધનની દેવી માતા લક્ષ્મીના સ્વાગતનું પ્રતીક છે, જેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા આવે છે.

મંદિર અને તિજોરી પર કેસરનું તિલક

કેસરમાં થોડું ગંગાજળ અથવા સ્વચ્છ પાણી ઉમેરીને એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટથી ઘરના મંદિરમાં ભગવાનને, મુખ્ય દરવાજાની બંને બાજુએ 'સ્વસ્તિક' નું ચિહ્ન અને પૈસા રાખવાની તિજોરી પર તિલક કરવું અત્યંત મંગળકારી માનવામાં આવે છે. વાસ્તુ સિદ્ધાંતો અનુસાર, આ ઉપાય કરવાથી વેપાર-ધંધામાં પ્રગતિ થાય છે, સંપત્તિનો સંચય થાય છે અને આર્થિક તંગી કે નાણાકીય અવરોધો દૂર થાય છે.

ઘરનો તણાવ અને ક્લેશ ઘટાડવાનો અચૂક ઉપાય

જો ઘરમાં વારંવાર નાના-મોટા વિવાદો, માનસિક અશાંતિ કે તણાવનું વાતાવરણ રહેતું હોય, તો કેસરના પાણીનો આ પ્રયોગ અદભુત ફાયદો આપે છે. વાસ્તુ નિષ્ણાતોના મતે, સ્નાન કરવાના પાણીમાં કેસરના થોડા તાર ઉમેરીને સ્નાન કરવાથી મન શાંત થાય છે અને શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ સિવાય, કેસરવાળું દૂધ કે પાણી મધ્યમ માત્રામાં લેવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બને છે, આત્મવિશ્વાસ વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સુમેળ વધે છે.

ધ્યાનમાં રાખવા જેવા મહત્વના મુદ્દા

જોકે આ તમામ ઉપાયો ધાર્મિક અને વાસ્તુ માન્યતાઓ પર આધારિત છે, પરંતુ તેને સંપૂર્ણ શ્રદ્ધા, પવિત્રતા અને સકારાત્મક વિચારસરણી સાથે કરવા વધુ જરૂરી છે. આ સાથે જ, ઘરની નિયમિત સ્વચ્છતા, સવાર-સાંજ આરાધના-પ્રાર્થના અને પરિવારના સભ્યો વચ્ચે મધુર વર્તન એ જ સુખ-સમૃદ્ધિના સાચા અને મુખ્ય આધારસ્તંભ છે. નિયમિતપણે કરવામાં આવતા આ સરળ વાસ્તુ પ્રયોગો જીવનમાં મોટું અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે પંચાંગો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ અને શાસ્ત્રોમાંથી સંકલિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. આ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતનું માર્ગદર્શન જરૂર લેવું.