Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Not getting success despite hard work? Do this special remedy at home today.

Religion: સખત મહેનત છતાં પણ નથી મળી રહી સફળતા? આજે જ પૂજા ઘરમાં કરો આ ખાસ ઉપાય

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Religion: સખત મહેનત છતાં પણ નથી મળી રહી સફળતા? આજે જ પૂજા ઘરમાં કરો આ ખાસ ઉપાય
સોર્સ : GSTV

સનાતન ધર્મમાં ગણેશ યંત્રને અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી માનવામાં આવે છે. આ યંત્ર પ્રથમ પૂજનીય અને મહાદેવના પુત્ર ભગવાન ગણેશનું પ્રતીક છે. ધાર્મિક માન્યતા અનુસાર, ઘરમાં ગણેશ યંત્રને વિધિપૂર્વક સ્થાપિત કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને લાંબા સમયથી અટકેલા કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે.

App Store

જો તમે પણ તમારા ઘરે ગણેશ યંત્ર સ્થાપિત કરવા માંગતા હોવ, તો આ લેખમાં જાણો કે તેને ક્યારે, કઈ દિશામાં અને કેવી રીતે સ્થાપિત કરવું જોઈએ.

ગણેશ યંત્ર સ્થાપના વિધિ

  • શુભ દિવસ: ગણેશ યંત્રની સ્થાપના માટે બુધવાર અથવા કોઈ પણ મહિનાની ચતુર્થી તિથિ (ચોથ) સૌથી શુભ માનવામાં આવે છે.
  • પવિત્રતા: આ દિવસે સવારે વહેલા ઊઠી, સ્નાન વગેરે કાર્યો પતાવીને સૌપ્રથમ સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો (જળ ચઢાવો).
  • શુદ્ધિકરણ: ત્યારબાદ, ઘરના મંદિરને સાફ કરો અને ગંગાજળ છાંટીને આખી જગ્યાને પવિત્ર કરો.
  • પંચામૃત સ્નાન: યંત્રને એક સ્વચ્છ થાળીમાં (કાંસા કે તાંબાના પાત્રમાં) મૂકો અને તેને કાચા દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ એટલે કે પંચામૃતથી સ્નાન કરાવો. ત્યારબાદ તેને શુદ્ધ જળથી ધોઈ લો.

દિશાનું ધ્યાન: પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ.

આસન અને સ્થાપના: પૂજાની ચોકી (બાજઠ) પર પીળું કે લાલ વસ્ત્ર પાથરો અને સાચા મનથી ભગવાન ગણેશનું સ્મરણ કરીને તેના પર યંત્ર સ્થાપિત કરો.

પૂજન સામગ્રી: યંત્ર પર કુમકુમ (સિંદૂર) નું તિલક કરો અને ભગવાન ગણેશને અત્યંત પ્રિય એવું દૂર્વા (ધરો) ઘાસ અર્પણ કરો.

આરતી અને મંત્રોચ્ચાર: શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ગણેશજીની આરતી કરો. આરતી પછી ગણેશજીના બીજ મંત્ર "ૐ ગં ગણપતયે નમઃ" નો શ્રદ્ધાપૂર્વક જાપ કરો.

ભોગ: બાપ્પાને લાડુ, મોદક અને ઋતુ પ્રમાણેના ફળોનો ભોગ ધરાવો અને જીવનના તમામ કષ્ટો તેમજ વિઘ્નો દૂર કરવા માટે પ્રાર્થના કરો.

ગણેશ યંત્ર રાખવાના અદભુત ફાયદા

૧. વિઘ્નો અને અવરોધોથી મુક્તિ:

જો તમે જીવનમાં વારંવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવ, તો ઘરમાં ગણેશ યંત્ર અવશ્ય સ્થાપિત કરો. માન્યતા છે કે આ યંત્રના પ્રભાવથી કાર્યમાં આવતી તમામ અડચણો આપોઆપ દૂર થઈ જાય છે.

૨. વ્યાપાર અને નોકરીમાં પ્રગતિ:

આ યંત્ર કાર્યસ્થળ કે ઓફિસમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને વેપાર-ધંધામાં સતત વૃદ્ધિ તથા આર્થિક ઉન્નતિ થાય છે.

૩. વાસ્તુદોષનું નિવારણ:

ઘરમાં ગણેશ યંત્ર સ્થાપિત કરવાથી ગંભીર વાસ્તુદોષોની સમસ્યા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તે ઘરના વાતાવરણને શાંતિપૂર્ણ અને સુમેળભર્યું રાખે છે.

૪. ગણેશજીની વિશેષ કૃપા:

પૂજા ઘરમાં ગણેશ યંત્ર રાખવાથી પરિવારના તમામ સભ્યો પર ભગવાન ગણેશજીના આશીર્વાદ હંમેશા બનેલા રહે છે, જેનાથી ઘરમાં સુખ અને વૈભવ વધે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે પંચાંગો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ અને શાસ્ત્રોમાંથી સંકલિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. આ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતનું માર્ગદર્શન જરૂર લેવું.