Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Religion: Is the arrival of ants in the house auspicious or inauspicious? Know what Vastu Shastra says

Religion: ઘરમાં કીડીઓનું આગમન શુભ કે અશુભ? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Religion: ઘરમાં કીડીઓનું આગમન શુભ કે અશુભ? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે
સોર્સ : gstv

એવું કહેવાય છે કે કુદરત સમયાંતરે આપણને ચોક્કસ સંકેતો આપે છે, જેને જો યોગ્ય રીતે સમજવામાં આવે તો જીવનમાં આવનારા ફેરફારોની આગાહી કરી શકાય છે. આવી જ એક નિશાની છે — ઘરમાં કીડીઓનું આગમન.

App Store

ઘણીવાર આપણે ઘરમાં કીડીઓ જોઈએ છીએ અને તેને સામાન્ય ઘટના ગણીને નકારી કાઢીએ છીએ. જોકે, વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત માન્યતાઓ અનુસાર, ઘરમાં કીડીઓનું દેખાવું ઘણા શુભ અને અશુભ શુકનો સાથે સંકળાયેલું છે. એવું માનવામાં આવે છે કે આ ઘટના ભવિષ્યની સમૃદ્ધિ, સંપત્તિ અને જીવનમાં આવનારા પરિવર્તનનો સંકેત આપે છે. જો ઘરના ચોક્કસ સ્થળોએ કીડીઓ દેખાય, તો તે આર્થિક પ્રગતિ અને સારા સમાચાર લાવે છે, જ્યારે કેટલીક પરિસ્થિતિઓમાં તે સાવધાની રાખવાનો પણ સંકેત આપે છે. તો ચાલો જાણીએ કે કીડીઓનો કયો રંગ શુભ કે અશુભ માનવામાં આવે છે અને તે કયા પરિણામો સૂચવે છે.

કાળી કીડીઓ: શુભ અને સમૃદ્ધિનું પ્રતીક

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાળી કીડીઓ દેખાવી ખૂબ જ શુભ ગણાય છે. તે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને આર્થિક સ્થિતિ મજબૂત થવાનો સંકેત આપે છે. જો ઘરની પશ્ચિમ દિશામાંથી કાળી કીડીઓ આવતી દેખાય, તો તે કોઈ મોટી તક મળવાની અથવા લાંબી યાત્રા થવાની શક્યતા દર્શાવે છે.

લાલ કીડીઓ: સાવધાનીનો સંકેત

બીજી તરફ, વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ મુજબ ઘરમાં લાલ કીડીઓનું આગમન શુભ ગણાતું નથી. જો અચાનક મોટી સંખ્યામાં લાલ કીડીઓ દેખાવા લાગે, તો તે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ કે પડકારોની ચેતવણી હોઈ શકે છે.

જો લાલ કીડીઓ પોતાના મોંમાં ઈંડા લઈને ઘરની બહાર જતી જોવા મળે, તો તેને વાસ્તુ મુજબ શુભ સંકેત માનવામાં આવે છે.

આ ઉપરાંત, જો કીડીઓ ઘરની દીવાલો પર ઉપરથી નીચે તરફ કે નીચેથી ઉપર તરફ સીધી રેખામાં જતી દેખાય, તો તે પણ જીવનમાં પ્રગતિ અને શાંતિ સૂચવે છે.

રસોડામાં કીડીઓનું દેખાવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસોડામાં કે અનાજના વાસણમાં (જેમ કે ચોખા કે લોટમાં) કીડીઓ જોવી એ એક અતિ શુભ સંકેત છે. તે ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં થાય તેનો નિર્દેશ કરે છે.

ધાર્મિક પરંપરાઓમાં કીડીઓને ખવડાવવું એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કીડીઓને ખાંડ કે લોટ ખવડાવવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ જ કારણસર ઘણા લોકો નિયમિતપણે કીડીયારું પૂરે છે કીડીઓને ખોરાક આપે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.