Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Religion: Do not even mistakenly keep these 7 things in the temple of the house, otherwise there may be financial loss!

Religion: ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ 7 વસ્તુઓ, નહીંતર થઈ શકે છે આર્થિક નુકસાન!

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Religion: ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ 7 વસ્તુઓ, નહીંતર થઈ શકે છે આર્થિક નુકસાન!
સોર્સ : gstv

આપણા ઘરનું મંદિર સૌથી પવિત્ર સ્થાન છે, જે આખા ઘરમાં સકારાત્મક ઉર્જા અને પવિત્રતા ફેલાવે છે. જોકે, ક્યારેક અજાણતાં આપણાથી મંદિર સંબંધિત એવી ભૂલો થઈ જાય છે, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. પરિણામે ઘરમાં સમૃદ્ધિ ઘટે છે, આર્થિક નુકસાન થાય છે અને બનતા કામ પણ અટકી જાય છે. વાસ્તુ ગુરુના જણાવ્યા અનુસાર, મંદિરમાં નકારાત્મકતાથી બચવા માટે 7 વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ. ચાલો જાણીએ તેના વિશે:

App Store

તૂટેલી મૂર્તિઓ કે ચિત્રો

મંદિરમાં ક્યારેય ખંડિત (તૂટેલી) મૂર્તિઓ કે ફાટેલા ફોટા ન રાખવા જોઈએ. આવી મૂર્તિઓ ઘરમાં તણાવ અને સંબંધોમાં કડવાશ લાવે છે. આવી ખંડિત મૂર્તિઓને આદરપૂર્વક કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરવી જોઈએ અથવા પીપળાના વૃક્ષ નીચે મૂકવી જોઈએ.

એક કરતાં વધુ શિવલિંગ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના મંદિરમાં ક્યારેય એક કરતાં વધુ શિવલિંગ ન રાખવા જોઈએ. આમ કરવાથી ઘરની ઉર્જા અસંતુલિત થાય છે. જો ઘરમાં શિવલિંગ રાખવું જ હોય, તો તે અત્યંત નાનું (અંગૂઠાના માપ જેટલું) હોવું જોઈએ.

ભગવાનના ઉગ્ર સ્વરૂપના ચિત્રો

મંદિરમાં ક્યારેય ભગવાનના ક્રોધિત કે ઉગ્ર સ્વરૂપના ચિત્રો ન રાખવા જોઈએ (જેમ કે કાળી માતાનું રૌદ્ર સ્વરૂપ કે ભગવાન નૃસિંહ). ભગવાનની મૂર્તિઓ કે ચિત્રો હંમેશા શાંત, હસમુખા અને આશીર્વાદ આપતી મુદ્રામાં હોવા જોઈએ. ગુસ્સાવાળા ચિત્રો ઘરમાં ક્લેશ અને સંઘર્ષનું કારણ બને છે.

સુકાઈ ગયેલા ફૂલો કે હાર

ભગવાનને અર્પણ કરેલા ફૂલો સુકાઈ જાય એટલે તેને તરત જ હટાવી દેવા જોઈએ. વાસી અને સુકાઈ ગયેલા ફૂલો ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને પરિવારના સભ્યોના ભાગ્યમાં અવરોધ ઊભો કરે છે. દરરોજ સવારે ભગવાનને હંમેશા તાજા ફૂલો જ અર્પણ કરો.

પૂર્વજોના ફોટા

ઘણા લોકો ઘરના મંદિરમાં જ પૂર્વજો (સ્વર્ગસ્થ સભ્યો)ના ફોટા રાખે છે, જે વાસ્તુ મુજબ ખોટું છે. પૂર્વજો આપણા માટે પૂજનીય છે, પરંતુ તેમનું સ્થાન ભગવાન બરાબર ન હોઈ શકે. પૂર્વજો અને ભગવાનના સ્થાન હંમેશા અલગ હોવા જોઈએ. પૂર્વજોના ચિત્રો ઘરની દક્ષિણ દિવાલ પર લગાવવા ઉત્તમ માનવામાં આવે છે.

તીક્ષ્ણ કે ધારદાર વસ્તુઓ

મંદિરમાં છરી, કાતર કે લોખંડની તીક્ષ્ણ વસ્તુઓ રાખવાનું ટાળો. આ વસ્તુઓ મંદિરની પવિત્રતા અને શાંતિમાં ખલેલ પહોંચાડે છે. જો પૂજા કે પ્રસાદ (ભોગ) કાપવા માટે છરીની જરૂર પડે, તો તેનો ઉપયોગ કર્યા પછી તેને તરત જ રસોડામાં પાછી મૂકી દો. તેને મંદિરમાં કાયમી ન રાખો.

 એક જ દેવતાની અનેક મૂર્તિઓ

મંદિરમાં એક જ દેવતાની એક કરતાં વધુ મૂર્તિઓ સામસામે રાખવાનું ટાળો. આમ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ અને વૈચારિક લડાઈઓ વધી શકે છે. પૂજાઘરમાં દરેક દેવતાની એક જ સુંદર મૂર્તિ કે ચિત્ર પૂરતું છે.

પૂજાની સામગ્રી જેમ કે ચોખા (અક્ષત), કંકુ (રોલી) અને મોલી (નાડાછડી) રાખવા માટે ક્યારેય પ્લાસ્ટિકના ડબ્બા કે પાત્રોનો ઉપયોગ ન કરવો. વાસ્તુ અનુસાર આ સામગ્રીના સંગ્રહ માટે પિત્તળ, તાંબા અથવા માટીના વાસણોનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર માનવામાં આવે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.