Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Religion: Caution! Never touch the feet of these people, you will unwittingly become a partner in sin

Religion: સાવધાન! ક્યારેય આ લોકોના ચરણ સ્પર્શ ન કરો, અજાણતા બની જશો પાપના ભાગીદાર

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Religion: સાવધાન! ક્યારેય આ લોકોના ચરણ સ્પર્શ ન કરો, અજાણતા બની જશો પાપના ભાગીદાર
સોર્સ : gstv

હિન્દુ ધર્મમાં વડીલોના ચરણ સ્પર્શ કરવાની પરંપરા સદીઓ જૂની અને અત્યંત પવિત્ર છે. પ્રાચીન કાળથી આધુનિક યુગ સુધી આ પરંપરાનું મહત્વ જળવાઈ રહ્યું છે. આજે પણ આપણે આપણા ગુરુઓ, માતા-પિતા અને વડીલોના ચરણ સ્પર્શ કરીને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ.

App Store

ચરણ સ્પર્શ કરવાથી વ્યક્તિની નમ્રતા દેખાય છે અને તે આપણામાં રહેલા અહંકાર તેમજ નકારાત્મકતાને દૂર કરે છે. વડીલોના ચરણ સ્પર્શ કરવાથી આપણને તેમના આશીર્વાદ અને શુભકામનાઓ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ પગ સ્પર્શ કરવાના ઘણા શારીરિક અને ઉર્જા સંબંધી ફાયદાઓ જણાવવામાં આવ્યા છે.

જો કે, શાસ્ત્રો અનુસાર કેટલાક ખાસ સંજોગોમાં કે ચોક્કસ વ્યક્તિઓના પગ સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ, નહિતર તમારા માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે અને તમે અજાણતા પાપના ભાગીદાર બની શકો છો.

ભૂલથી પણ આ લોકોના પગ ક્યારેય ન અડકો:

નકારાત્મક વિચારો ધરાવતા લોકો:

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો હંમેશા નકારાત્મક વિચારો, ઈર્ષ્યા કે ખોટી ભાવનાઓથી ઘેરાયેલા હોય, તેમના પગ ક્યારેય ન સ્પર્શવા જોઈએ. આવા લોકોના ચરણ સ્પર્શ કરવાથી તેમની નકારાત્મક ઉર્જા તમારામાં પ્રવેશી શકે છે અને તેનાથી તમારી પ્રગતિ અટકી શકે છે.

મંદિરમાં અથવા પૂજાના સમયે:

મંદિર એ દેવી-દેવતાઓનું પવિત્ર સ્થાન છે અને સમગ્ર બ્રહ્માંડમાં ભગવાનથી શ્રેષ્ઠ કોઈ નથી. તેથી, જ્યારે તમે મંદિરમાં હોવ અથવા પૂજા કરી રહ્યા હોવ, ત્યારે ત્યાં હાજર ગમે તેટલી આદરણીય વ્યક્તિ હોય તો પણ તેના પગ ન સ્પર્શવા જોઈએ. તેવી જ રીતે, મંદિરમાં કોઈને તમારા પગ પણ સ્પર્શવા ન દેવા જોઈએ.

કુંવારી કન્યાઓ:

હિન્દુ ધર્મમાં નાની કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાની પરંપરા છે. તેથી, ઘરની દીકરીઓ કે કોઈ પણ કુંવારી કન્યા પાસે ક્યારેય પગે ન લાગવું જોઈએ. વડીલોએ કન્યાઓના ચરણ સ્પર્શ કરવાથી પાપ લાગે છે તેવી માન્યતા છે. આ ઉપરાંત, ભત્રીજા કે ભાણેજે પોતાના મામા-મામી કે કાકા-કાકીના પગ સ્પર્શ ન કરવા જોઈએ, પરંતુ વડીલોએ તેમને આશીર્વાદ આપવા જોઈએ.

સ્મશાનથી પરત ફરતી વ્યક્તિ:

જ્યારે કોઈ વ્યક્તિ સ્મશાનભૂમિ અથવા અંતિમ સંસ્કારમાંથી પરત ફરી રહી હોય, ત્યારે તે વ્યક્તિ ગમે તેટલી મોટી હોય તો પણ તેના પગને તુરંત સ્પર્શ ન કરવો જોઈએ. સ્મશાનમાંથી પરત ફરતી વખતે વ્યક્તિ સાથે નકારાત્મક ઉર્જા કે અશુદ્ધિ જોડાયેલી હોઈ શકે છે, જે દુર્ભાગ્યનું કારણ બની શકે છે. સ્નાન કર્યા પછી જ તેમના આશીર્વાદ લઈ શકાય.

સૂતેલી વ્યક્તિ:

શાસ્ત્રો અનુસાર, જો કોઈ વ્યક્તિ પલંગ પર સૂઈ રહી હોય અથવા આરામ કરતી હોય, તો તે સ્થિતિમાં તેના પગને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ. આમ કરવાથી સૂતેલી વ્યક્તિની આયુષ્ય ક્ષીણ થાય છે અને તેને અશુભ માનવામાં આવે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ અને શાસ્ત્રોમાંથી સંકલિત કરીને માત્ર માહિતીના હેતુથી પ્રસ્તુત કરવામાં આવી છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. આ અંગે વધુ વિગતો માટે સંબંધિત નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.