તા. 9 ઓક્ટોબર 2024, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકને થઈ શકે છે આકસ્મિક ધનલાભ
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) આજનું નક્ષત્ર:- મૂળ મેષ રાશિઃલોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.વિદ્યાર્થીને

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
આજનું નક્ષત્ર:- મૂળ
મેષ રાશિઃ
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
વિદ્યાર્થીને અભ્યાસ વધારે મહેનત કરવી પડશે.
આવકના નવા માર્ગ મળશે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
વૃષભ રાશિઃ
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
જ્યોતિષ-વાસ્તુ જેવા રહસ્યમય વિષયમાં રુચિ આવશે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
મિથુન રાશિઃ
વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
કર્ક રાશિઃ
તમે તમારી બુદ્ધિથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરશો.
પારિવારિક સુખ સારું રહેશે.
વાહનની ખરીદી થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
સિંહ રાશિઃ
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
કન્યા રાશિઃ
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
પારિવારિક વ્યવસાય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
તુલા રાશિઃ
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વૃશ્ચિક રાશિઃ
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
શત્રુથી સાવધાન રહેવું.
ધન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો.
આજનો દિવસ ઉત્સાહ ભરેલો રહેશે.
સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે.
મકર રાશિઃ
અતિ માનસિક વિચારના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
વાહન ચલાવતા સાચવવું.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કુંભ રાશિઃ
પરિવાર સાથે સમય વીતશે.
નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું.
મકાનની લે-વેચ કરતાં વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
હૃદયરોગની સમસ્યાવાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
મીન રાશિઃ
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
આવકના માર્ગમાં વધારો થશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
જ્યોતિષ જેવા વિષયમાં રુચિ આવશે.








