Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : People of this zodiac sign should be very careful, 9th August 2026 Horoscope, Sunday Horoscope

આ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી, 9 ઓગસ્ટ 2026નું રાશિફળ, રવિવારનું રાશિફળ

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
આ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી, 9 ઓગસ્ટ 2026નું રાશિફળ, રવિવારનું રાશિફળ
સોર્સ : gstv

મેષ : અડોશ-પડોશના કામકાજ અંગે આપને વ્યસ્તતા-દોડધામ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ અનુભવો.
વૃષભ : કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્ત રહેવાનું થાય. ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય.
મિથુન : માનસિક પરિતાપ - વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા - દ્વિઘા જણાય.
કર્ક : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ- ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
સિંહ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા રહે.
કન્યા : આપના કાર્યની સાથે ઘર- પરિવાર- સગા સંબંધીવર્ગ - મિત્રવર્ગના કામ અંગે દોડધામ જણાય પરંતુ આનંદ રહે.
તુલા : જૂના મિત્ર- સ્વજન- સ્નેહી સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક - પારિવારિક પ્રશ્ને ચિંતા અનુભવાય.
ધન : જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપને દોડધામ - વ્યસ્તતા જણાય. અન્યનો સહકાર મળી રહેતાં રાહત રહે.
મકર : સાસરીપક્ષ - મોસાળ પક્ષના કામકાજ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડનો સામનો કરવો પડે.
કુંભ : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની થોડી હળવી થાય. રુકાવટ- વિલંબમાં અટવાઇ પડેલા કામનો ઉકેલ આવે.
મીન : આપના ગણત્રી-ધારણા અવળાં પડતાં મુશ્કેલી જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો.

App Store

અગ્નિદત્ત પદમનાભ

ટોપિક્સ:GSTV NewsGujarati News