VIDEO: શનિ-સૂર્યનો નવપંચમ યોગ: 4 રાશિના જાતકોનો શરૂ થશે સુવર્ણ યુગ, થશે અપરંપાર ધનલાભ!
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ અને તેમની વચ્ચે બનતા ખૂણાઓનું વિશેષ મહત્વહોય છે. દ્રિક પંચાંગ પ્રમાણે 7 ઓગસ્ટ, 2026ના રોજ સૂર્ય અને શનિ એકબીજાથી 120 ડિગ્રીના ખૂણા (Angle) પર સ્થિત થવા જઈ રહ્યા છે. ગ્રહોના આ વિશેષ ત્રિ-એકાદશ અથવા નવપંચમ યોગનું નિર્માણ જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત ફળદાયી અને ભાગ્યશાળી માનવામાં આવે છે.
સામાન્ય રીતે સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ હોવા છતાં શત્રુતાનો ભાવ માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ બંને ગ્રહો 120 ડિગ્રીના નવપંચમ ખૂણામાં આવે છે ત્યારે તેમની નકારાત્મક અસરો દૂર થાય છે અને આ યોગ અપાર સફળતા, પદ-પ્રતિષ્ઠા અને ધન-ધાન્યનો વરસાદ કરે છે. ચાલો જાણીએ કે 7 ઓગસ્ટથી બનનારા આ નવપંચમ યોગથી કઈ 4 રાશિઓના ભાગ્યના તાળા ખુલશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ નવપંચમ યોગ તમારા કરિયર અને સામાજિક જીવનમાં નવા આયામો ઉમેરશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મળવાના પ્રબળ યોગ છે. તમને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. જો તમારું કોઈ સરકારી કામ કે પેપરવર્ક લાંબા સમયથી પેન્ડિંગ હતું તો હવે તે ઝડપથી પૂરું થઈ જશે. તમારું માન-સન્માન વધશે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા પહેલા કરતા વધુ મજબૂત થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્ય દેવ છે. શનિ સાથે સૂર્યનો આ નવપંચમ સંબંધ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને મોટી ડીલ મળી શકે છે, જેનાથી ભવિષ્યમાં મોટો આર્થિક ફાયદો થશે. કોર્ટના કેસોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે અથવા તમને પૈતૃક સંપત્તિમાંથી ધનલાભ થઈ શકે છે. અટકેલા પૈસા પાછા મળવાથી તમારું બેંક બેલેન્સ વધશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ યોગ આવક અને ભાગ્યના નવા દ્વાર ખોલવાનું કામ કરશે. તમારી પાસે આવકના એક કરતાં વધુ સ્ત્રોત બની શકે છે, જેનાથી આર્થિક તંગી હંમેશા માટે દૂર થશે. જો તમે શેરબજાર, જમીન કે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે. ઘરમાં ચાલી રહેલા મતભેદોનો અંત આવશે અને પરિવારના સભ્યો સાથેના સંબંધો મધુર બનશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે સૂર્ય અને શનિનો આ નવપંચમ યોગ તમારી બુદ્ધિમત્તા અને બહાદુરીમાં વધારો કરાવશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે અથવા નોકરી બદલવા માગે છે તેમને સારી કંપની તરફથી મોટા પેકેજનું ઓફર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે. કામ અથવા શિક્ષણ અર્થે વિદેશ જવાના પ્રયત્નો સફળ થઈ શકે છે.
નવપંચમ યોગનું પૂર્ણ શુભ ફળ મેળવવાના ઉપાય
દરરોજ સવારે સૂર્યદેવને તાંબાના કળશથી જળ અર્પણ કરો અને ૐ સૂર્યાય નમ: મંત્રનો જાપ કરો.
શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.
કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા ચણા અથવા અડદની દાળનું દાન કરો.

