Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The golden age of these four zodiac signs will begin from the second day of Makar Sankranti

Religion: મકરસંક્રાંતિના બીજા દિવસથી શરુ થશે આ ચાર રાશિનો સુવર્ણકાળ, નવપંચમ યોગ વરસાવશે શનિદેવની કૃપા

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Religion: મકરસંક્રાંતિના બીજા દિવસથી શરુ થશે આ ચાર રાશિનો સુવર્ણકાળ, નવપંચમ યોગ વરસાવશે શનિદેવની કૃપા
સોર્સ : GSTV

Navpancham Rajyog: જ્યોતિષની દ્રષ્ટિએ વર્ષ 2026ની શરૂઆત ખૂબ જ ખાસ રહેશે. મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે અને તેના બીજા જ દિવસે 15 જાન્યુઆરી, 2026ના રોજ વર્ષનો પ્રથમ નવપંચમ યોગ બનશે. જ્યોતિષશાસ્ત્રમાં નવપંચમ યોગને સૌથી શુભ યોગોમાંનો એક માનવામાં આવે છે, જે જીવનમાં પ્રગતિ, સૌભાગ્ય અને સકારાત્મક પરિવર્તન લાવે છે.

App Store

દ્રિક પંચાંગ પ્રમાણે 15 જાન્યુઆરીના રોજ રાત્રે 08:49 વાગ્યે જ્યારે બુધ અને શનિ ગ્રહ પરસ્પર 120 ડિગ્રીના ખૂણા પર સ્થિત હશે ત્યારે આ યોગ બનશે. આ દરમિયાન બુધ ગ્રહ મકર રાશિમાં અને શનિ વૃષભ રાશિમાં રહેશે, જેના કારણે નવમ અને પંચમ ભાવનો સંયોગ બનશે. 

આ યોગ તમામ રાશિઓને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરશે, પરંતુ તે ચાર રાશિઓ માટે ખાસ લાભદાયી સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે તે કઈ રાશિઓ છે જેના પર શનિદેવ કૃપા વરસાવશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ નવપંચમ યોગ આર્થિક મજબૂતી અને સ્થિરતાનો સંકેત આપે છે. લાંબા સમયથી કરવામાં આવેલા પ્રયત્નો હવે રંગ લાવશે. ધન સબંધિત મામલે સંતુલન જળવાઈ રહેશે. આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે. પારિવારિક માહોલ સૌહાર્દપૂર્ણ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી છબી સારી રહેશે. સમાજમાં માન-સન્માન વદશે. જો તમે કોઈ નવું કામ અથવા પ્રોજેક્ટ શરૂ કરવા માગો છો, તો આ સમય તમારા પક્ષમાં રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ યોગ વર્ષની શરૂઆતમાં જ સારા સમાચાર લઈને આવશે. અટકેલા કામ પૂરા થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન, પગાર વધારો અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારીઓ માટે નવી તકો, લાભદાયી સોદા અને ગ્રાહકોમાં વધારો થવાના સંકેત છે. વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધવાથી સકારાત્મક પરિણામો મળી શકે છે. તમારા વિચાર અને નિર્ણય લેવાની ક્ષમતા આ સમય દરમિયાન વિશેષ રૂપે પ્રભાવશાળી રહેશે. 

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ નવપંચમ યોગ આર્થિક સ્થિતિને સશક્ત બનાવનારો રહેશે. અચાનક ધનલાભ અથવા તો અટકેલા પૈસા મળવાની શક્યતા છે. રોકાણ, પાર્ટનરશિપ અથવા સંપત્તિ સાથે સબંધિત નિર્ણય લેવા માટે આ સમય અનૂકૂળ રહેશે. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પરસ્પર સબંધમાં મધુરતા આવશે. ભાગ્યનો સાથ મળવાથી લેવામાં આવેલા નિર્ણયો સફળ સાબિત થઈ શકે છે. લક્ષ્ય પ્રાપ્ત કરવું સરળ રહેશે. 

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આ શુભ યોગ આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લઈને આવશે. સામાજિક અને પ્રોફેશનલ જીવનમાં તમારી ઓળખ મજબૂત થશે. નોકરી અથવા વ્યવસાયમાં નવી તકો મળી શકે છે. સકારાત્મક પરિવર્તન જોવા મળશે. પરિવારનો સહયોગ તમને ભાવનાત્મક શક્તિ પ્રદાન કરશે. આ સમય નવા રસ્તાની તલાશ કરવા અને તેમને સફળતામાં ફેરવવા માટે અનુકૂળ છે.