Panchang Today: સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અને પંચક યોગ, જુઓ આજના દિવસ અને રાત્રિના ચોઘડિયા

સૂર્ય આશ્લેષામાં ૧૦ ક. ૨૫ મિ.થી, વાહન હાથી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૧ મિ. (સુ) ૭ (ક.) ૦૨ મિ. (મું) ૭ ક. ૦૫ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૨૨ ક. ૦૧ મિ. સુધી પછી રેવતી
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-મિથુન, બુધ-મિથુન (વ.) ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨, દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રિય દિનાંક : શ્રાવણ/૧૨/વ્રજ માસ : શ્રાવણ-૫
માસ-તિથિ-વાર : અષાઢ વદ પાંચમ
સૂર્ય આશ્લેષામાં ૧૦ ક. ૨૫ મિ. થી વાહન હાથી
ક્યાંક ભારેથી અતિભારે વરસાદ, ક્યાંક હળવો-મધ્યમ વરસાદ
પંચક
નાગપંચમી (બંગાળ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૧૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૨૪મો રોજ દીન

