Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : May the wealth of these zodiac signs increase, 31 July 2026, Friday Horoscope

આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય, 31 જુલાઈ 2026, શુક્રવારનું રાશિફળ

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય, 31 જુલાઈ 2026, શુક્રવારનું રાશિફળ
સોર્સ : gstv

મેષ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં સરળતા થતી જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગના સહકારથી કામમાં રાહત મળી રહે. ખર્ચ જણાય.
મિથુન : દેશ-પરદેશના કામકાજમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
કર્ક : જેમ દિવસ પસાર થાય તેમ આપને બેચેની-વ્યગ્રતા જણાય. કામકાજમાં પ્રતિકૂળતા રહે. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવતા આપને રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
કન્યા : નોકરી-ધંધાના કામ સિવાય બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
તુલા : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. રાહત જણાય.
વૃશ્ચિક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામ કરવું.
ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
મકર : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આનંદ રહે.
કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થાય.
મીન : આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. કામકાજમાં મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે.

App Store

અગ્નિદત્ત પદમનાભ

ટોપિક્સ:GSTV NewsGujarati News