સિંહ રાશિના જાતકોને થઈ શકે છે આકસ્મિક લાભ, જાણો 29 મેનું રાશિ ભવિષ્ય
તા.૨૯-૦૫-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- શ્રાવણ ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃયોગ્ય માર્ગદર્શન લઇ નાણાંન

તા.૨૯-૦૫-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- શ્રાવણ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોના કારણે મુશ્કેલી થઈ શકે છે.
વૃષભ રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
કાર્ય સ્થળ પર તમારું મન લાગેલું રહેશે.
મિથુન રાશિઃ
આધ્યાત્મિક સ્થળે મુલાકાત પર જવાનું થઈ શકે છે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
માનસિક વિચારના કારણે ઉંઘ પર અસર થઈ શકે છે.
કર્ક રાશિઃ
સ્ત્રી વર્ગને લગતી વસ્તુઓના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મોટા ભાઈ બહેનોનો સાથ સહકાર મળશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
જીવનસાથી સાથે સમય વીતશે.
સિંહ રાશિઃ
કાપડના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું.
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો.
કન્યા રાશિઃ
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
માનસિક રોગની સમસ્યાવાળા દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
તુલા રાશિઃ
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
પારિવારિક સુખ સારું રહેશે.
હૃદય રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
વૃશ્ચિક રાશિઃ
નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે.
પેટ્રોલિયમ જેવા રસાયણના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
ધન રાશિઃ
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
મેડિકલ સર્જીકલ વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
નશાકારક પદાર્થ થી દૂર રહેવું.
કુંભ રાશિઃ
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
રિસર્ચ કરતા વિદ્યાર્થીને અભ્યાસમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
મીન રાશિઃ
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
પ્રવાહી વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.








