Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Keep this in mind while placing a nameplate on the main door of your house

ઘરના મુખ્ય દરવાજે નેમપ્લેટ લગાવતી વખતે આટલું જરૂર ધ્યાનમાં રાખો, વાસ્તુ અનુસાર બદલાઈ શકે છે નસીબ

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઘરના મુખ્ય દરવાજે નેમપ્લેટ લગાવતી વખતે આટલું જરૂર ધ્યાનમાં રાખો, વાસ્તુ અનુસાર બદલાઈ શકે છે નસીબ
સોર્સ : GSTV

આપણા ઘરના મુખ્ય દરવાજા પર લાગેલી નેમપ્લેટ (નામની તકતી) માત્ર ઘરની ઓળખનું પ્રતીક નથી, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર તે ઘરની ઉર્જા અને વાતાવરણ સાથે પણ સીધી જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલી નેમપ્લેટ ઘરમાં પ્રવેશતી સકારાત્મક અને નકારાત્મક ઉર્જાને ખૂબ જ પ્રભાવિત કરે છે.

App Store

આ જ કારણ છે કે ઘણા લોકો નવું ઘર બનાવતી વખતે અથવા નવા ફ્લેટમાં શિફ્ટ થતી વખતે નેમપ્લેટના રંગ, દિશા, ડિઝાઇન અને તેની સામગ્રી પર ખાસ ધ્યાન આપે છે. વાસ્તુના સિદ્ધાંતો અનુસાર, જો નેમપ્લેટ યોગ્ય રીતે કે સાચી દિશામાં ન લગાવવામાં આવે તો ઘરની સુખ-શાંતિ પર તેની માઠી અસર પડી શકે છે. તેથી, નેમપ્લેટ લગાવતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.

તૂટેલી કે ગંદી નેમપ્લેટ લાવે છે નકારાત્મકતા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની બહાર તૂટેલી, ઝાંખી પડી ગયેલી કે ગંદી નેમપ્લેટ રાખવી અત્યંત અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આવી નેમપ્લેટ ઘરની સકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે અને નકારાત્મકતામાં વધારો કરે છે. તેથી, નેમપ્લેટ હંમેશા એકદમ સ્વચ્છ, ચમકતી અને સારી સ્થિતિમાં હોવી જોઈએ.

યોગ્ય દિશા અને ઊંચાઈનું રાખો ધ્યાન

નેમપ્લેટ હંમેશા મુખ્ય દરવાજાની બરાબર નજીક એવી જગ્યાએ લગાવવી જોઈએ જ્યાંથી તે આવતા-જતા લોકોને સ્પષ્ટપણે દેખાય. તેને ખૂબ નીચી અથવા કોઈ વસ્તુની પાછળ છુપાઈ જાય તે રીતે લગાવવી યોગ્ય નથી. વાસ્તુની માન્યતાઓ અનુસાર, મુખ્ય દરવાજાની જમણી બાજુએ નેમપ્લેટ લગાવવી સૌથી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

કેવું હોવું જોઈએ નેમપ્લેટનું મટીરિયલ?

નેમપ્લેટ કઈ સામગ્રીમાંથી બનેલી છે તે પણ ખૂબ મહત્વનું છે. લાકડું (વૂડન), ધાતુ (મેટલ) અથવા અન્ય કોઈ ઉચ્ચ ગુણવત્તાવાળા મટીરિયલમાંથી બનેલી નેમપ્લેટ શ્રેષ્ઠ ગણાય છે. જોકે, હલકી ગુણવત્તાવાળા, સરળતાથી તૂટી જાય તેવા કે નબળી સ્થિતિના પ્લાસ્ટિકની નેમપ્લેટનો ઉપયોગ કરવાનું હંમેશા ટાળવું જોઈએ.

નામ લખતી વખતે આ ભૂલો ન કરો

ઘણા લોકો નેમપ્લેટ પર અધૂરા નામ અથવા ખોટી જોડણી (Spelling) વાળા નામ લખાવતા હોય છે. વાસ્તુ અનુસાર આ એક મોટી ભૂલ ગણાય છે. હંમેશા ખાતરી કરો કે પરિવારના વડા કે સભ્યોના નામ સ્પષ્ટ અને સાચી જોડણી સાથે લખાયેલા હોય.

આ ઉપરાંત, નેમપ્લેટ પરના અક્ષરો સરળતાથી વાંચી શકાય તેવા હોવા જોઈએ. ખૂબ નાના અક્ષરો, ગૂંચવણભરી વધુ પડતી ડિઝાઇન અથવા ઝાંખા ફોન્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. વાસ્તુમાં સ્પષ્ટ અને સુવાચ્ય ઓળખને જ શુભ માનવામાં આવે છે.

સમયસર બદલવી છે જરૂરી

તમારા ઘરની નેમપ્લેટને સમયાંતરે સાફ કરતા રહો અને તેની યોગ્ય જાળવણી કરો. જો નેમપ્લેટ કોઈ કારણસર તૂટી જાય, તેનો રંગ ઉડી જાય કે અક્ષરો ઓળખવા મુશ્કેલ બને, તો તેને સહેજ પણ ખચકાયા વિના તરત જ બદલી નાખવી શ્રેષ્ઠ રહેશે. પ્રવેશદ્વાર પર રાખવામાં આવેલી આ નાની સાવચેતી માત્ર તમારા ઘરની સુંદરતા જ નહીં, પરંતુ ઘરનું સકારાત્મક વાતાવરણ અને આર્થિક સમૃદ્ધિ પણ જાળવી રાખશે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.