Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Keep these small things under your pillow while sleeping, you will get freedom from planetary defects and your luck will improve

Religion: સૂતી વખતે ઓશિકા નીચે રાખો આ નાની વસ્તુઓ,ગ્રહ દોષોમાંથી મળશે મુક્તિ અને સુધરશે કિસ્મત

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
Religion: સૂતી વખતે ઓશિકા નીચે રાખો આ નાની વસ્તુઓ,ગ્રહ દોષોમાંથી મળશે મુક્તિ અને સુધરશે કિસ્મત
સોર્સ : gstv

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, નવગ્રહોની શુભ અને અશુભ અસરો માનવ જીવન પર સીધી પડે છે. કુંડળીમાં ગ્રહ દોષ હોવાને કારણે વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારના ઉતાર-ચઢાવ, આર્થિક સંકટ કે માનસિક તણાવનો સામનો કરવો પડે છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં આ ગ્રહ દોષોના નિવારણ માટે રાત્રે સૂતી વખતે કરવાના કેટલાક ખૂબ જ સરળ અને પ્રભાવશાળી ઉપાયો જણાવવામાં આવ્યા છે.

App Store

રાત્રે સૂતા પહેલાં તમારા ઓશિકા અથવા પલંગ નીચે કેટલીક ખાસ વસ્તુઓ રાખવાથી કુંડળીના ગ્રહ દોષો શાંત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો સંચાર થાય છે:

સૂર્ય દોષના નિવારણ માટે: જો કુંડળીમાં સૂર્ય નબળો હોય કે અશુભ ફળ આપતો હોય, તો રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે લાલ ચંદનનો ટુકડો રાખો અથવા પલંગ નીચે તાંબાના વાસણમાં પાણી ભરીને મૂકો. સવારે આ પાણી છોડમાં અર્પણ કરી દો. તેનાથી માન-સન્માનમાં વધારો થશે.

ચંદ્ર દોષ શાંત કરવા માટે: ચંદ્રની નબળી સ્થિતિ માનસિક અશાંતિ આપે છે. તેનાથી બચવા માટે ઓશિકા નીચે ચાંદીના ઘરેણાં અથવા ચાંદીનો સિક્કો રાખો. આ ઉપરાંત પલંગ નીચે ચાંદીના પાત્રમાં પાણી રાખવું પણ લાભદાયક સાબિત થાય છે.

મંગળ દોષ દૂર કરવા માટે: કુંડળીમાં મંગળ નબળો હોય તો ઓશિકા નીચે સોના કે ચાંદીના ઘરેણાં રાખીને સૂવું જોઈએ. પલંગ નીચે પિત્તળના વાસણમાં પાણી ભરીને રાખવાથી પણ મંગળ ગ્રહની નકારાત્મક અસર ઝડપથી ઓછી થાય છે.

બુધ ગ્રહના શુભ ફળ માટે: બુદ્ધિ, વેપાર અને વાણીના કારક બુધ ગ્રહના દોષ નિવારણ માટે રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે સોનાની વીંટી કે અન્ય કોઈ સોનાની વસ્તુ રાખવી ઉત્તમ માનવામાં આવે છે.

ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે: કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિની સ્થિતિ મજબૂત કરવા અને ભાગ્યનો સાથ મેળવવા માટે પીળા કપડામાં હળદરના આખા ગાંઠિયા બાંધીને તમારા ઓશિકા નીચે મૂકીને સૂવું જોઈએ.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.