Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Is it auspicious or inauspicious for a cat to come to the house? Know its signs and rules according to Vastu Shastra

ઘરમાં બિલાડીનું આવવું શુભ કે અશુભ? જાણો વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેના સંકેતો અને નિયમો

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ઘરમાં બિલાડીનું આવવું શુભ કે અશુભ? જાણો વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેના સંકેતો અને નિયમો
સોર્સ : gstv

ભારતીય પરંપરા અને વાસ્તુ શાસ્ત્રમાં પશુ-પક્ષીઓના આગમનને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. ઘરમાં અચાનક બિલાડીનું આવવું સામાન્ય ઘટના લાગે છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અને શકુન શાસ્ત્રમાં તેના ગૂઢ સંકેતો દર્શાવવામાં આવ્યા છે. ઘરમાં બિલાડીનું આવવું, બચ્ચાંને જન્મ આપવો કે તેનું રડવું પરિવારના જીવન પર શુભ કે અશુભ પ્રભાવ પાડી શકે છે.

App Store

બિલાડીના રંગ અને આગમનના સંકેતો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પ્રવેશતી બિલાડીનો રંગ અલગ-અલગ ફળ આપે છે:

સોનેરી કે પીળાશ પડતી બિલાડી: ઘરમાં સોનેરી રંગની બિલાડીનો પ્રવેશ અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી બંધ ભાગ્ય ખુલે છે અને પરિવાર માટે પ્રગતિના નવા માર્ગો પ્રશસ્ત થાય છે.

ભૂરી (બ્રાઉન) બિલાડી: ભૂરા રંગની બિલાડીનું આગમન સુખ-સમૃદ્ધિ અને આકસ્મિક ધનલાભનો સંકેત આપે છે. તેનાથી લાંબા સમયથી અટકેલાં કાર્યો પૂર્ણ થાય છે.

ઘરમાં બિલાડી બચ્ચાંને જન્મ આપે તો શું થાય?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો કોઈ બિલાડી ઘરમાં આવીને બચ્ચાંને જન્મ આપે, તો તેને અત્યંત મંગળકારી માનવામાં આવે છે.

એવી માન્યતા છે કે બચ્ચાંના જન્મના ૯૦ દિવસની અંદર પરિવારમાં સમૃદ્ધિ અને પ્રગતિના યોગ બને છે.

બચ્ચાંની હાજરીથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા આપમેળે દૂર થઈ જાય છે.

જ્યાં સુધી આ બચ્ચાં ઘરમાં રહે છે, ત્યાં સુધી સુખ-શાંતિ અને ખુશીનો માહોલ જળવાઈ રહે છે.

બિલાડીનું રડવું: અશુભ સંકેત

જો કોઈ બિલાડી ઘરમાં કે ઘરની આસપાસ આવીને સતત રડતી હોય, તો લોકમાન્યતાઓ મુજબ તેને અશુભ માનવામાં આવે છે.

તે ભવિષ્યમાં બનનારી કોઈ અપ્રિય ઘટના, સંકટ કે ખરાબ સમાચારની પૂર્વચેતવણી આપે છે.

આવી સ્થિતિમાં ભયભીત થવાને બદલે મંગળવાર કે શનિવારે હનુમાનજીની આરાધના કરવી, હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને મંદિરમાં પ્રસાદ અર્પણ કરવો, જેથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

શું ઘરમાં બિલાડી પાળવી શુભ ગણાય?

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં બિલાડીનું કુદરતી રીતે અચાનક આવવું શુભ ફળદાયી હોઈ શકે છે, પરંતુ તેને કાયમી પાલતુ તરીકે ઘરમાં પાળવું યોગ્ય માનવામાં આવતું નથી.

શાસ્ત્રો અનુસાર, ઘરમાં બિલાડી પાળવાથી રાહુનો પ્રભાવ વધે છે, જેના કારણે માનસિક તણાવ, વારંવાર આર્થિક નુકસાન અને પરિવારના સભ્યોની તબિયતમાં ઉતાર-ચઢાવ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેથી બિલાડીનું આગમન શુભ હોવા છતાં તેને ઘરમાં કાયમ રાખવાનું ટાળવું જોઈએ.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.