શુક્રનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં થશે નફો

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહ જ્યારે નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તે વ્યક્તિના સંબંધો, ધન, કારકિર્દી અને સર્જનાત્મક વિચારસરણી પર ઊંડી અસર કરે છે. 7 નવેમ્બરના રોજ શુક્ર સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુંદરતા, પ્રેમ, કલા, સંપત્તિ, વૈભવી અને સંબંધોનો ગ્રહ માનવામાં આવે છે. સ્વાતિ નક્ષત્રનો સ્વામિ રાહુ છે જે સ્વતંત્રતા અને સાહસનો પ્રતીક છે. જ્યારે શુક્ર આ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે જીવનમાં નવી તક, આકર્ષણ અને આત્મવિશ્વાસમાં વધારો કરનારા યોગ બને છે.
દ્રિક પંચાંગ પ્રમાણે શુક્રનું નક્ષત્ર પરિવર્તન 7 નવેમ્બરે રાત્રે 9:13 વાગ્યે થશે અને આ જ નક્ષત્રમાં શુક્ર 18 નવેમ્બર સુધી રહેશે. શુક્રનું નક્ષત્ર પરિવર્તન ઘણી રાશિઓના જીવનમાં નવી ઉર્જા અને શુભ ફળ લઈને આવે છે. અહીં જાણો આ રાશિઓ વિશે...
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન ધન અને કારકિર્દીના ક્ષેત્રોમાં ભાગ્યશાળી રહેશે. જે લોકો નોકરી બદલવાનું અથવા નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તેમના માટે આ સમય અનુકૂળ છે. નવા પ્રયાસોને ઓળખ મળશે. આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે. પ્રેમ જીવનમાં મિઠાસ વધશે, જ્યારે સિંગલ્સ માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. બસ ક્રોધ અને અહંકારથી દૂર રહો.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સમય સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે. આ સમય તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે. માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોને મોટી તકો મળી શકે છે. લવ-લાઈફમાં રોમાંસ વધશે. સંબંધોમાં નવી શરૂઆત શક્ય છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. યાત્રાના યોગ બની રહ્યા છે, જે શુભ પરિણામો લાવશે.
વૃષભ રાશિ
દેવગુરુની વક્રીથી વૃષભ રાશિના જાતકોને ધન અને કરિયર સાથે સંબંધિત કાર્યોમાં તેજી આવશે. જૂના અટકેલા પૈસા મળી શકે છે. બિઝનેસ સાથે સંબંધિત યોજનાઓમાં પહેલા જે અવરોધો હતા, તે હવે ધીમે-ધીમે દૂર થશે. જે જાતકો સરકારી ક્ષેત્રમાં તેમને પ્રમોશન અથવા સન્માન મળવાની શક્યતા છે. પરિવારના વડીલોનો સહયોગ મળશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે ગુરુની વક્રી ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ હવે ગતિ પકડશે. કરિયરમાં પ્રગતિ થશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. ઘરમાં પણ ખુશીઓનો માહોલ બનશે. વિદેશ સંબંધિત કોઈ અવસર મળી શકે છે અથવા જૂનું અટકેલું કાર્ય પૂર્ણ થશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે ગુરુની વક્રી શુભ માનવામાં આવી રહી છે. આ સમય તમને તમારા લક્ષ્યો પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપશે. જૂના રોકાણો અથવા પ્રોપર્ટીથી લાભ થઈ શકે છે. જે જાતકો કોઈ સબંધમાં છે તેમની વચ્ચેની ગેરસમજ દૂર કરશે. આ સાથે જ કાર્યસ્થળ પર તમારી મહેનતને હવે ઓળખ મળશે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

