16 જૂન 2026, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ મદદરૂપ થાય.
વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામ થઈ શકે.
મિથુન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.
કર્ક : કોર્ટ-કચેરીના કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આપે વાદ-વિવાદ-ગેરસમજ-મન દુ:ખથી સંભાળવુ પડે. ખર્ચ જણાય.
સિંહ : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કારવાનો ઉત્સાહ રહે. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
કન્યા : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારીક કામકાજ જણાય. દિવસ દરમ્યાન દોડધામ-શ્રમ રહ્યાં કરે.
તુલા : દેશ-પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહી. નોકર-ચાકરવર્ગનો સાથ મળી રહે.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
ધન : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મકર : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી કરવાના પ્રયાસ કરે. કોર્ટ કચેરીના કામ અંગે દોડધામ રહે.
કુંભ : આપની મહેનત-બુધ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો.
મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય - મનને શાંતિ રાહત જણાય નહી. કામમાં રૂકાવટ જણાય.

