Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Gajakesari and Gajalakshmi Rajyoga are created due to Trigrahi Yoga in Cancer

Religion: કર્ક રાશિમાં ત્રિગ્રહી યોગથી સર્જાયા ગજકેસરી અને ગજલક્ષ્મી રાજયોગ; આ 4 રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે!

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Religion: કર્ક રાશિમાં ત્રિગ્રહી યોગથી સર્જાયા ગજકેસરી અને ગજલક્ષ્મી રાજયોગ; આ 4 રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે!
સોર્સ : GSTV

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે કર્ક રાશિમાં ત્રણ ગ્રહોનું એક સાથે આવવું એ અનેક શુભ યોગોનું નિર્માણ કરી રહ્યું છે, જે કેટલીક રાશિઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. ચંદ્ર અને શુક્રની યુતિથી કાલાત્મક યોગ બની રહ્યો છે, જ્યારે ગુરુ અને ચંદ્રની સ્થિતિ ગજકેસરી યોગનું નિર્માણ કરી રહી છે. આ ઉપરાંત શુક્ર અને ગુરુની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ પણ બની રહ્યો છે. આ બધા યોગોની સંયુક્ત અસર કેટલાક લોકોનું ભાગ્ય બદલી શકે છે. ચાલો જાણીએ કે આ સમય કઈ રાશિઓ માટે શુભ રહેશે. 

App Store

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય ઘણી સારી તકો લઈને આવી શકે છે. મકાન કે વાહન ખરીદવાની યોજના પૂર્ણ થઈ શકે છે. જૂના દેવામાંથી મુક્તિ મળવાના સંકેતો છે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. નોકરીમાં તમારી પકડ મજબૂત બનશે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ યોગ કોઈ સૌભાગ્યથી ઓછો નથી. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે. બિઝનેસમાં મોટો લાભ મળવાના સંકેતો છે અને કોઈ મોટી ડીલ પણ હાથ લાગી શકે છે. અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ યોગ વિશેષ રૂપે ફાયદાકારક રહેશે, કારણ કે તે તમારી જ રાશિમાં બની રહ્યો છે. માન-સન્માન વધશે. નવી તકો મળી શકે છે. જો તમે નવું કાર્ય શરૂ કરવા માગો છો, તો આ સમય અનુકૂળ છે. રોકાણથી પણ સારો લાભ મળવાની સંભાવના છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ સમય આવકમાં વધારો કરનાર સાબિત થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. તમે કરેલા રોકાણમાંથી સારું રિટર્ન મળી શકે છે. આ સાથે જ કોઈ જૂની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે.