Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Don't make these mistakes while performing Bappa aarti on Ganesh Chaturthi: Know true scriptural rituals and rules

ગણેશ ચતુર્થી પર બાપ્પાની આરતી કરતી વખતે ન કરો આ ભૂલો: જાણો સાચી શાસ્ત્રોક્ત વિધિ અને નિયમો

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ગણેશ ચતુર્થી પર બાપ્પાની આરતી કરતી વખતે ન કરો આ ભૂલો: જાણો સાચી શાસ્ત્રોક્ત વિધિ અને નિયમો
સોર્સ : gstv

હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો મહાપર્વ પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. આ પાવન અવસરે ભક્તો શ્રદ્ધાપૂર્વક ઘરો અને પંડાલોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી વિધિવત પૂજા-અર્ચના કરે છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર બાપ્પાની આરાધના કરવાથી જીવનના તમામ કષ્ટો અને વિઘ્નો દૂર થાય છે તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

App Store

પૂજાનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આરતી શાસ્ત્રોક્ત નિયમો અનુસાર કરવામાં આવે. આરતી દરમિયાન થતી નાની-નાની ભૂલોથી પૂજા અધૂરી ગણાઈ શકે છે. તેથી ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાની આરતી કરતી વખતે ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.

બાપ્પાની આરતી કરવાની સાચી પદ્ધતિ

દીવાની દિશા: આરતી કરતી વખતે થાળી કે દીવો હંમેશાં ઘડિયાળના કાંટાની દિશામાં (Clockwise) જ ફેરવવો જોઈએ. ક્યારેય પણ ઊંધી દિશામાં (Anti-clockwise) આરતી ન ઉતારવી.

ચરણોથી શરૂઆત: આરતીની શરૂઆત હંમેશાં ભગવાનના ચરણોથી કરવી. દીવો જમણી બાજુથી ઉપર લઈ જઈ ડાબી બાજુ નીચે લાવવો.

આરતીના ફેરાની સંખ્યાનો શાસ્ત્રોક્ત ક્રમ:

  1. ભગવાન ગણેશના ચરણો તરફ દીવો ૪ વખત ફેરવવો.

  2. નાભિ કમળ સમક્ષ દીવો ૨ વખત ફેરવવો.

  3. મુખારવિંદ સમક્ષ દીવો ૧ વખત ફેરવવો.

  4. અંતે ભગવાનના સમગ્ર સ્વરૂપ સમક્ષ દીવો ૭ વખત ફેરવવો (આમ કુલ ૧૪ વખત દીવો ફેરવવાનો નિયમ છે).

આરતી સમયે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

શુદ્ધતા: આરતી પૂર્વે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને માથું સ્વચ્છ કપડા કે રૂમાલથી ઢાંકી રાખો.

આરતી થાળી: પૂજાની થાળીમાં કુમકુમ, અક્ષત, તાજાં પુષ્પો, ચંદન, શુદ્ધ ઘીનો દીવો અને કપૂર અવશ્ય રાખવાં. આરતી માટે ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આસન અને મુદ્રા: દેવી-દેવતાઓની આરતી હંમેશાં બંને પગ પર સીધા ઊભા રહીને જ કરવી. શારીરિક અસ્વસ્થતા હોય તો જ બેસીને આરતી કરી શકાય છે.

આચમન (જળ અર્પણ): આરતી પૂર્ણ થયા બાદ તાંબાની ચમચી કે આચમની વડે દીવાની આસપાસ બે કે ત્રણ વાર જળ ફેરવીને જમીન પર અર્પણ કરો. માન્યતા મુજબ આમ કરવાથી આરતી શાંત થાય છે અને પૂજા નિર્વિઘ્ને પૂર્ણ થાય છે.

આરતી ગ્રહણ: જળ ફેરવ્યા બાદ જ ભક્તોએ બંને હાથ વડે આરતીની જ્યોતના આશીર્વાદ ગ્રહણ કરવા અને ક્ષમાયાચના કરવી.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.