Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Do this 'secret donation' on Akshay Tritiya, financial obstacles will be removed and happiness and prosperity will increase

Religion: અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાથી જ નહી પરંતુ આ વસ્તુઓનું દાન કરવાથી પણ વધે છે સુખ-સમૃદ્ધિ

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Religion: અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાથી જ નહી પરંતુ આ વસ્તુઓનું દાન કરવાથી પણ વધે છે સુખ-સમૃદ્ધિ
સોર્સ : GSTV

આ વર્ષે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર 20 એપ્રિલ, 2026 (સોમવાર) ના રોજ ઉજવવામાં આવશે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે આવતા આ પર્વને સનાતન ધર્મમાં અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે.

App Store

શાસ્ત્રો અનુસાર, આ દિવસે કરવામાં આવતી પૂજા, જપ અને દાનનું ફળ 'અક્ષય' હોય છે.

અક્ષય તૃતીયા શા માટે છે ખાસ?

અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય માટે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી. સોનું-ચાંદી ખરીદવા ઉપરાંત આ દિવસે 'ગુપ્ત દાન' કરવાનું વિશેષ મહત્ત્વ છે, જેનાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

અક્ષય તૃતીયા પર કરો આ વસ્તુઓનું દાન:

ચણાની દાળનું દાન: 

અક્ષય તૃતીયા પર ચણાની દાળનું દાન કરવું અત્યંત શુભ છે. આનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બને છે અને જીવનમાં સુખ-સંપત્તિમાં વધારો થાય છે.

જળ અને માટીના પાત્રનું દાન: 

ઉનાળાની ઋતુ હોવાથી તરસ્યાને પાણી પીવડાવવું અથવા મંદિરમાં પાણીથી ભરેલા માટીના માટલાનું દાન કરવું મહાપુણ્યદાયી છે. તેનાથી અશુભ ગ્રહોનો પ્રભાવ શાંત થાય છે.

છત્રી અને ચંપલનું દાન: 

જરૂરિયાતમંદોને છત્રી કે પગરખાંનું દાન કરવાથી રાહુ અને કેતુના દોષો દૂર થાય છે અને જીવનમાં અચાનક આવતી મુશ્કેલીઓ ટળે છે.

પંખા અને સત્તુનું દાન: 

ગરમીથી રાહત આપતા હાથપંખા, સત્તુ અને ગોળનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આનાથી કરિયર અને બિઝનેસમાં સફળતા મળે છે તેમજ આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

દાન કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો:

નિઃસ્વાર્થ ભાવ: દાન હંમેશા દેખાડા વગર, નિઃસ્વાર્થ ભાવે અને ગુપ્ત રીતે કરવું જોઈએ.

પવિત્રતા: દાન કરતી વખતે હૃદયમાં પ્રસન્નતા હોવી જોઈએ. ક્યારેય પરાણે કે ખરાબ મને દાન ન કરવું.

તામસિક વસ્તુઓનો ત્યાગ: પૂજા કે દાનમાં ક્યારેય પણ તામસિક વસ્તુઓનો સમાવેશ ન કરવો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.