Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Beware! These plants or trees around the house can cause unrest in the family

Religion: સાવધાન! ઘરની આસપાસ રહેલા આ છોડ કે ઝાડ બની શકે છે પરિવારમાં અશાંતિનું કારણ 

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Religion: સાવધાન! ઘરની આસપાસ રહેલા આ છોડ કે ઝાડ બની શકે છે પરિવારમાં અશાંતિનું કારણ 
સોર્સ : GSTV

ભારતીય પરંપરા અને વાસ્તુશાસ્ત્રમાં છોડ અને વૃક્ષોનું વિશેષ મહત્ત્વ છે. કેટલાક છોડ સકારાત્મક ઊર્જા, સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે, જ્યારે અમુક છોડ નકારાત્મક અસરો માટે જવાબદાર માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર, ખોટા છોડ લગાવવાથી ઘરમાં તણાવ, આર્થિક સમસ્યાઓ અને માનસિક અશાંતિ વધી શકે છે.

App Store

નકારાત્મક અસર કરતા છોડ અને તેના ઉપાય:

આમલીનું ઝાડ 

એવું કહેવાય છે કે આમલીનું ઝાડ નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારે છે, જેના કારણે પરિવારના સભ્યો વચ્ચે અંતર વધી શકે છે અને અણધારી ઘટનાઓ બનવાની શક્યતા રહે છે.

ઉપાય: જો ઘરની આસપાસ આમલીનું ઝાડ હોય, તો તેની અસર ઘટાડવા માટે તેની નજીક તુલસી અથવા અશોકનું વૃક્ષ લગાવવું શુભ મનાય છે.

બાવળનું ઝાડ 

વાસ્તુશાસ્ત્રમાં કાંટાવાળા બાવળના ઝાડને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષથી ઘરમાં વારંવાર ઝઘડા અને વિવાદો થાય છે. તે આર્થિક નુકસાન અને મિલકત સંબંધી તણાવનું કારણ બની શકે છે.

ઉપાય: જો નજીકમાં બાવળનું ઝાડ હોય, તો તેની નકારાત્મક અસર ઘટાડવા માટે તેના પર સિંદૂરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું જોઈએ.

મહેંદીનો છોડ 

મહેંદી શુભ પ્રસંગો સાથે સંકળાયેલી છે, પરંતુ લોકવાયકા મુજબ, તે જીવનની પ્રગતિમાં અવરોધ લાવી શકે છે.

ઉપાય: મહેંદીના છોડની અશુભ અસર ઓછી કરવા માટે તેની પાસે શમી અથવા સફેદ આંકડાનો છોડ લગાવવો જોઈએ.

જામફળનું વૃક્ષ 

જામફળનું ફળ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ વાસ્તુ મુજબ તેને ઘરના આંગણામાં વાવવું અયોગ્ય ગણાય છે. તેનાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય અને માનસિક શાંતિમાં અસંતુલન સર્જાઈ શકે છે.

અન્ય નકારાત્મક છોડ

કેક્ટસ (થોર), કપાસ અને દૂધ નીકળતા હોય તેવા છોડ પણ નકારાત્મક પ્રભાવ પાડે છે. આ છોડ જીવનમાં અવરોધો અને મુશ્કેલીઓ વધારે છે તેવું માનવામાં આવે છે.

ઉપાય: આવા છોડની આસપાસ પવિત્ર દોરો બાંધવો અથવા તેની નકારાત્મકતા દૂર કરવા માટે યોગ્ય દિશામાં તુલસીનો ક્યારો રાખવો જોઈએ.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:gstv newsvastu tipsvastu shastra