Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : This is the correct way to consume Charanamrit, most people make this common mistake

Religion: આ છે ચરણામૃત ગ્રહણ કરવાની સાચી રીત, મોટાભાગના લોકો કરે છે આ સામાન્ય ભૂલ

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Religion: આ છે ચરણામૃત ગ્રહણ કરવાની સાચી રીત, મોટાભાગના લોકો કરે છે આ સામાન્ય ભૂલ
સોર્સ : GSTV

જ્યારે પણ આપણે મંદિરે જઈએ છીએ અથવા ઘરે કોઈ ખાસ પૂજા-વિધિ કરીએ છીએ, ત્યારે અંતમાં હંમેશા ચરણામૃત આપવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, તેનું સેવન કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને આત્મા શુદ્ધ થાય છે.

App Store

એવું પણ માનવામાં આવે છે કે વિધિવત ચરણામૃત લેવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. જોકે, તેનું પુણ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે વ્યક્તિ તેનું યોગ્ય રીતે સેવન કરે. હકીકતમાં, મોટાભાગના લોકો ચરણામૃત લેતી વખતે કેટલીક સામાન્ય ભૂલો કરતા હોય છે.

ચરણામૃત ગ્રહણ કરવાની સાચી રીત:

ચરણામૃત ગ્રહણ કરવા માટે, તમારા જમણા હાથની હથેળીમાં 'ગોકર્ણ' અથવા 'ગોમુખી' મુદ્રા બનાવો (હથેળીને વચ્ચેથી થોડી ઊંડી કરો) અને તેમાં ચરણામૃત લો. હવે, હથેળીના નીચેના ભાગેથી અત્યંત શ્રદ્ધા અને ભક્તિ સાથે તેનું સેવન કરો. આ સમયે ભગવાનનું સ્મરણ કરતા નીચેના મંત્રોનો જાપ કરવો જોઈએ:

કેશવાય નમઃ
માધવાય નમઃ
નારાયણાય નમઃ

તેમજ આ શ્લોકનું પઠણ કરવું અત્યંત મંગલકારી મનાય છે:

अकालमृत्युहरणं सर्वવ્યાધિવિનાશનમ્ |
विष्णो: पादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते ||

(અર્થાત: ભગવાન વિષ્ણુના ચરણોનું અમૃત અકાળ મૃત્યુને હરનાર અને તમામ રોગોનો નાશ કરનાર છે. તેને પીવાથી પુનર્જન્મના ફેરામાંથી મુક્તિ મળે છે.)

ચરણામૃત અને પંચામૃત વચ્ચેનો તફાવત:

ઘણીવાર લોકો ચરણામૃત અને પંચામૃતને એક જ સમજે છે, પરંતુ બંનેમાં તફાવત છે:

ચરણામૃત: આનો અર્થ થાય છે 'ભગવાનના ચરણોનું અમૃત'. મૂર્તિના અભિષેક વખતે ચરણોમાં જે જળ અર્પણ થાય છે તેને ચરણામૃત કહેવાય છે. તે પાપ અને દુઃખનો નાશ કરનાર મનાય છે.

પંચામૃત: પંચામૃત પાંચ પવિત્ર ઘટકો — દૂધ, દહીં, ઘી, મધ અને સાકર — ના મિશ્રણથી બને છે. પંચામૃત ભગવાનના સ્નાન માટે વપરાય છે અને ત્યારબાદ પ્રસાદ તરીકે વહેંચાય છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.