60 વર્ષ બાદ મહાશિવરાત્રીએ શુભ યોગ, 3 રાશિના જાતકોનું વધશે બૅન્ક બેલેન્સ!
મહાશિવરાત્રિનો તહેવાર 26 ફેબ્રુઆરી 2025ના રોજ મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પ

મહાશિવરાત્રિનો તહેવાર 26 ફેબ્રુઆરી 2025ના રોજ મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રિ પર એક મોટો દુર્લભ સંયોગ રહેશે. આ દિવસે લગભગ 60 વર્ષ બાદ ધનિષ્ઠા નક્ષત્ર, પરિઘ યોગ, શકુનિ કરણ અને મકર રાશિમાં ચંદ્રની હાજરી રહેશે. જ્યોતિષવિદોનું કહેવું છે કે દુર્લભ સંયોગ ત્રણ રાશિના જાતકોને ભાગ્યશાળી બનાવી શકે છે.
મેષ રાશિ
મહાશિવરાત્રિથી તમારો ગોલ્ડન ટાઇમ શરુ થઈ શકે છે. મનની તમામ ઇચ્છાઓ પૂરી થશે. ધનની આવક વધશે અને ખર્ચમાં ઘટાડો આવશે. તમારી મનપસંદ નોકરીની ઓફર મળી શકે છે. પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કાર્યની ખૂબ પ્રશંસા થશે.માન સન્માનમાં વધારો થશે.
સિંહ રાશિ
જીવનમાં નવી ખુશીઓનું આગમન થવાનું છે. રોકાણ કરનાર માટે આ સમય ખૂબ સારો માનવામાં આવી રહ્યો છે. આરોગ્ય સારું રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા કોઈ વિવાદથી તમને રાહત મળી શકે છે. રોકાયેલા કે અટકેલા રૂપિયા પણ તમને મળી શકે છે.
મિથુન રાશિ
આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધન સંબંધિત તમામ કાર્યોમાં સફળતા મળશે. સંબંધો મજબૂત થશે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








