Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : A dangerous 'eclipse yoga' will happen with the solar eclipse: a big danger for these 3 zodiac signs!

VIDEO: સૂર્યગ્રહણ સાથે બનશે ખતરનાક 'ગ્રહણ યોગ': આ 3 રાશિના જાતકો માટે ભારે સંકટ!

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વર્ષ 2026નું બીજું સૂર્યગ્રહણ 12 ઓગસ્ટ (શ્રાવણ અમાવસ્યા)ના રોજ લાગવા જઈ રહ્યું છે. ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ આ એક દુર્લભ અને અદ્ભૂત ઘટના હશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ દિવસે સૂર્ય, ચંદ્ર અને રાહુની યુતિ અને સ્થિતિથી ગ્રહણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણ યોગને અત્યંત સંવેદનશીલ અને પ્રતિકૂળ માનવામાં આવે છે. તેની અસરો માનસિક અસ્થિરતા, નિર્ણય લેવામાં મૂંઝવણ, અચાનક આર્થિક નુકસાન અને બનતા કામમાં વિક્ષેપો જેવી સ્થિતિ જોવા મળી શકે છે.

App Store

શું હોય છે ગ્રહણ યોગ?

જ્યોતિષીય ગણતરી પ્રમાણે જ્યારે સૂર્ય અથવા ચંદ્રનો સબંધ રાહુ અથવા કેતુ સાથે બને છે, ત્યારે ગ્રહણ યોગનું નિર્માણ થાય છે. આ યોગ વ્યક્તિના આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય અને નિર્ણય લેવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરે છે. આ સૂર્યગ્રહણ કર્ક રાશિ અને આશ્લેષ નક્ષત્ર દરમિયાન અસરકારક રહેશે. આ જ કારણ છે કે, કેટલીક રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

કર્ક રાશિ

આ ગ્રહણ યોગ કર્ક રાશિ અને અશ્લેષા નક્ષત્રમાં જ બની રહ્યો છે. આવી સ્થિતિમાં કર્ક રાશિના જાતકોએ સૌથી સાવચેત રહેવાની જરૂર છે. તમને માનસિક તણાવ અને અજ્ઞાત ભય રહી શકે છે. વૈવાહિક જીવન અથવા સબંધોમાં ગેરસમજના કારણે તણાવ વધી શકે છે. ઉતાવળમાં કોઈ મોટો આર્થિક નિર્ણય ન લેવો અને યાત્રા કરવાનું ટાળો.

સિંહ રાશિ

સૂર્ય દેવ સિંહ રાશિના સ્વામી ગ્રહ છે. ગ્રહણ યોગ બનવાથી સિંહ રાશિના જાતકોના માન-સન્માન અને કરિયર પર અસર પડી શકે છે. કાર્યક્ષેત્ર પર સહકર્મીઓ અથવા વરિષ્ઠ અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. તમારા નજીકના વ્યક્તિ તરફથી વિશ્વાસઘાત અથવા ગેરસમજ થવાની સંભાવના છે. ઓફિસમાં તમારા કામ પર ધ્યાન આપો અને કોઈ પણ ગુપ્ત વાત બીજા સાથે શેર ન કરો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ સમય આર્થિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પડકારજનક રહી શકે છે. બનતા કામમાં અચાનક વિક્ષેપ આવી શકે છે. પૈસાના રોકાણમાં નુકસાનીના યોગ બની શકે છે અને સ્વાસ્થ્ય બગડી શકે છે. કોઈપણ દસ્તાવેજ વાંચ્યા વિના તેના પર સહી ન કરો અને વાહન ચલાવતી વખતે અત્યંત સતર્ક રહો.

આ પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે

આ પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમય પ્રમાણે તે રાત્રિના સમયે થશે, તેથી તેનો સુતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં. ધાર્મિક કાર્યો, પૂજા-પાઠ અને મંદિરોના કપાટ બંધ કરવા જેવા નિયમોનું પાલન કરવાની જરૂર નથી. જો કે, ગ્રહોની ચાલની જ્યોતિષીય અસર તમામ રાશિઓ પર રહેશે.

ગ્રહણ યોગના દુષ્પ્રભાવથી બચવાના સરળ ઉપાય

આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ

ગ્રહણના દિવસે અને ત્યારબાદ નિયમિત રૂપે સૂર્ય દેવની ઉપાસના કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.

શિવજીની આરાધના

શ્રાવણ અમાવસ્યાનો દિવસ હોવાના કારણે ૐ નમ: શિવાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી રાહુ અને ગ્રહણ દોષનો પ્રભાવ સમાપ્ત થાય છે.

દાન-પુણ્ય

ગ્રહણ પછી જરૂરિયાતમંદોને લીલા ચણા, ગોળ, લાલ વસ્ત્રો અથવા તાંબાના વાસણો દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:GSTV NewsGujarati News