Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : 51 Shaktipeeth of Mata Sati know name and location

51 શક્તિપીઠોનું રહસ્ય: ક્યા પડ્યો હતો માતા સતીના શરીરનો કયો ભાગ? જાણો પવિત્ર યાત્રાધામોની યાદી

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
51 શક્તિપીઠોનું રહસ્ય: ક્યા પડ્યો હતો માતા સતીના શરીરનો કયો ભાગ? જાણો પવિત્ર યાત્રાધામોની યાદી
સોર્સ : GSTV

ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ, 2026ના રોજ શરૂ થવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન દેવીના ભક્તો નવ દિવસ સુધી દેવીની પૂજા કરે છે. ઘણા લોકો દેવીના દર્શન કરવા માટે દૂર-દૂરના મંદિરોમાં જાય છે. દેવીને સમર્પિત 51 શક્તિપીઠો છે. દેવી પુરાણ અનુસાર, દેવીના શક્તિપીઠો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ પડોશી દેશોમાં પણ છે.

App Store

શક્તિપીઠો એ સ્થાનો છે જ્યાં માતા સતીના શરીરના ભાગો અને આભૂષણો 51 ટુકડાઓમાં પડ્યા હતા. આ સ્થાનો અત્યંત પવિત્ર અને અલૌકિક છે. એવું માનવામાં આવે છે કે તેમના ફ્ક્ત્ત દર્શનથી જ બધા દુઃખ દૂર થાય છે. શું તમે જાણો છો કે તેઓ ક્યાં સ્થિત છે અને માતા સતીના શરીરનો કયો ભાગ ક્યાં પડ્યો હતો? જો નહીં, તો ચાલો પવિત્ર શક્તિપીઠોની સંપૂર્ણ યાદી વિશે જણાવીએ.

51 શક્તિપીઠોનું રહસ્ય જાણો

પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે રાજા દક્ષ એક ભવ્ય યજ્ઞ કરી રહ્યા હતા, ત્યારે તેમણે બધા દેવી-દેવતાઓને સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, માતા સતી અને ભગવાન શિવને કોઈ આમંત્રણ નહતું મોકલવામાં આવ્યું. શિવના ઇનકાર છતાં, માતા સતી યજ્ઞમાં પહોંચ્યા. ત્યાં તેમને જોઈને રાજા દક્ષ ગુસ્સે થયા.

તેમણે માતા સતીની સામે ભગવાન શિવનું અપમાન કર્યું. આનાથી વ્યથિત થઈને માતા સતી અગ્નિ કુંડમાં કૂદી પડ્યા અને પોતાનો જીવ આપી દીધો. આ સમાચાર ફેલાતા જ ત્રણેય લોકમાં હોબાળો મચી ગયો. માતા સતીના શરીરને લઈને ભગવાન શિવે તાંડવ કરવાનું શરૂ કર્યું. આનાથી સમગ્ર બ્રહ્માંડને ખતરો હતો.

પછી ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી માતા સતીના શરીરને નષ્ટ કરી દીધું. આ પ્રક્રિયામાં તેમના શરીરના 51 ટુકડાઓ થઈ ગયા અને પૃથ્વી પર વિવિધ સ્થળોએ પડ્યા. જ્યાં પણ તેમના શરીરના ભાગો અને આભૂષણો પડ્યા ત્યાં શક્તિપીઠો બનાવવામાં આવ્યા.

માતા સતીના શરીરનો કયો ભાગ ક્યાં પડ્યો?

1) કાત્યાયની, મથુરા - વાળ

2) અમરનાથ, જમ્મુ અને કાશ્મીર - ગળું

3) ફુલારા, પશ્ચિમ બંગાળ - નીચલો હોઠ

4) જ્વાલા દેવી, કાંગડા - જીભ

5) લલિતા, પ્રયાગરાજ - આંગળીઓ

6) નારાયણી, કન્યાકુમારી - ઉપરના દાંત

7) સાવિત્રી, કુરુક્ષેત્ર - જમણા પગની ઘૂંટી

8) મગધ, પટણા - શરીરની જમણી બાજુ

9) દક્ષાયની, બુરાંગ (તિબેટ) - જમણી હથેળી

10) મહિષાસુરમર્દિની, કોલ્હાપુર - ત્રીજી આંખ

11) ભ્રામરી, નાસિક - દાઢીનો ભાગ

12) અંબાજી, ગુજરાત - હૃદય

13) ગાયત્રી, પુષ્કર - કાંડા

14) અંબિકા, ભરતપુર - ડાબો પગ

15) સર્વશૈલા પૂર્વી, ગોદાવરી - ડાબો ગાલ

16) શ્રાવણી, કન્યાકુમારી - કરોડરજ્જુ

17) ગંડકી ચંડી, નેપાળ - ગાલ

18) ત્રિપુરા માલિની, જલંધર - ડાબું સ્તન

19) વિશાલાક્ષી, વારાણસી - કાનની બુટ્ટી

20) બહુલા, પશ્ચિમ બંગાળ - ડાબો હાથ

21) મહિષમર્દિની, પશ્ચિમ બંગાળ - ભમર વચ્ચેનો માથાનો ભાગ

22) દક્ષિણા કાલી, કોલકાતા - આંગળીઓ

23) દેવગર્ભ, બીરભૂમ - હાડકાં

24) વિમલા મુર્શિદાબાદ - મુગટ

25) કુમારી શક્તિ, હુગલી - ખભા

26) નર્મદા, અમરકંટક - જમણો નિતંબ

27) રામગીરી, ચિત્રકૂટ - જમણું સ્તન

28) ભ્રામારામ્બા, કુર્નૂલ - જમણા પગની ઘૂંટી

29) મહાશિરા, કાઠમંડુ - નિતંબનો ભાગ

30) હિંગળાજ, પાકિસ્તાન - માથું

31) સુગંધા, બાંગ્લાદેશ - નાક

32) જય દુર્ગા, ઝારખંડ - કાન

33) જેસોરેશ્વરી, બાંગ્લાદેશ - હથેળી

34) ભવાની, બાંગ્લાદેશ - જમણો હાથ

35) મહા લક્ષ્મી, બાંગ્લાદેશ - ગરદન

36) શ્રી પર્વત, લદ્દાખ - જમણા પગની પાયલ

37) પંચ સાગર, વારાણસી - નીચલું જડબું

38) મિથિલા, દરભંગા - ડાબો ખભો

39) રત્નાવલી, ચેન્નાઈ - જમણો ખભો

40) કલમાધવ, અન્નુપુર - ડાબું નિતંબ

41) નાગપુષની, શ્રીલંકા - પાયલ

42) ભ્રામરી, જલપાઈગુડી - ડાબો પગ

43) નંદિની, પશ્ચિમ બંગાળ - હાર

44) મંગલ ચંડિકા, પશ્ચિમ બંગાળ - જમણું કાંડું

45) કપાલિની પૂર્વા, પશ્ચિમ બંગાળ - ડાબા પગની ઘૂંટી

46) અવંતિ, ઉજ્જૈન - ઉપલો હોઠ

47) જયંતિ, મેઘાલય - ડાબી જાંઘ

48) ત્રિપુરા સુંદરી, ત્રિપુરા - જમણો પગ

49) બિરાજા, ઓડિશા - નાભિ

50) અપર્ણા, બાંગ્લાદેશ - ડાબા પગની પાયલ

51) કામાખ્યા, ગુવાહાટી – યોની

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.