પેરિસ ઓલિમ્પિકમાં ખેડૂત પુત્રએ લહેરાવ્યો તિરંગો, જાણો કોણ છે મનુ ભાકર સાથે બ્રોન્ઝ મેડલ જીતનાર સરબજોત સિંહ
પેરિસની શૂટિંગ રેન્જમાં ફરી એકવાર ભારતીય શૂટર્સનો જાદુ જોવા મળ્યો છે. ફરી એકવાર શૂટરોએ ભારત મા

પેરિસની શૂટિંગ રેન્જમાં ફરી એકવાર ભારતીય શૂટર્સનો જાદુ જોવા મળ્યો છે. ફરી એકવાર શૂટરોએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ વખતે ભારતીય શૂટરોએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં જીત મેળવી હતી, જ્યાં મનુ ભાકર અને સરબજોત સિંહે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બંનેની જોડીએ દક્ષિણ કોરિયાના શૂટર્સને હરાવ્યા હતા. આ સાથે મનુ ભાકર ઓલિમ્પિક ઈવેન્ટમાં બે મેડલ જીતનારી દેશની પ્રથમ એથ્લેટ બની ગઈ છે. જો કે મનુ ભાકરની સાથે તેના સાથી ખેલાડી સરબજોત સિંહ વિશે પણ જાણવું જરૂરી છે જેણે મેચ વિનિંગ શોટ ફટકાર્યો હતો. આ જીત સરબજોત સિંહ માટે પણ ખાસ છે કારણ કે આ તેનો પહેલો ઓલિમ્પિક મેડલ છે.
સરબજોત સિંહ ખેડૂતનો પુત્ર છે
સરબજોત સિંહનો જન્મ બરારા, અંબારામાં થયો હતો અને તેની ઉંમર માત્ર 22 વર્ષની છે. સરબજોતના પિતા જતિન્દર સિંહ એક ખેડૂત છે અને તેની માતા હરદીપ કૌર ગૃહિણી છે. સરબજોત સિંહનો જન્મ એક નાનકડા ગામમાં થયો હોવા છતાં તેના માતા-પિતાએ તેને કોઈ મુશ્કેલીનો સામનો ન હતો કરવા દીધો. તેને ટ્રેનિંગ માટે દિલ્હી પણ મોકલ્યો હતો. સરબજોતે તેની શૂટિંગની ટ્રેનીંગ અંબાલા કેન્ટની એઆર શૂટિંગ એકેડમીમાં લીધી છે, તેના કોચનું નામ અભિષેક રાણા છે.
સરબજોત સિંહને જીતવાની આદત છે
સરબજોત સિંહને જીતવાની જૂની આદત છે. અગાઉ તેણે 2019માં ISSF જુનિયર વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2021માં તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંગલ્સ અને ટીમ ઈવેન્ટ્સમાં દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. 2023માં પણ તેણે આ જ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું અને તેના શાનદાર પ્રદર્શનના આધારે આ ખેલાડીએ પ્રથમ વખત ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું અને પ્રથમ વખત બ્રોન્ઝ મેડલ જીત્યો.






