મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

પેરિસ ઓલિમ્પિક્સ મેડલ વિજેતાને મળી રહ્યું છે એક ખાસ બોક્સ, અંદર છે 4 મહિનાની મહેનતથી બનેલી ભેટ

પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થયાને 7 દિવસ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન ઘણી ઇવેન્ટ્સ રમાઈ છે, જેમાં ચીન 11

પેરિસ ઓલિમ્પિક્સ મેડલ વિજેતાને મળી રહ્યું છે એક ખાસ બોક્સ, અંદર છે 4 મહિનાની મહેનતથી બનેલી ભેટ

પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થયાને 7 દિવસ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન ઘણી ઇવેન્ટ્સ રમાઈ છે, જેમાં ચીન 11 ગોલ્ડ સહિત કુલ 24 મેડલ જીતીને ટેલીમાં ટોચ પર છે. યુએસએ 9 ગોલ્ડ સહીત 37 મેડલ જીતીને બીજા સ્થાને છે, જ્યારે યજમાન દેશ ફ્રાંસના ખેલાડીઓએ 8 ગોલ્ડ સહિત કુલ 27 મેડલ જીત્યા છે અને ત્રીજા સ્થાને છે. ભારતે 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને તે 44મા નંબર પર છે. આ બધા સિવાય ઘણા ખેલાડીઓએ મેડલ જીત્યા છે અને આ સફળતા માટે તેમને મેડલ સાથે એક ખાસ બોક્સ પણ આપવામાં આવી રહ્યું છે. મેડલ વિજેતાઓને મળતા બોક્સમાં શું છે તે અંગે હજુ પણ સસ્પેન્સ છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.

બોક્સમાં ખાસ ભેટ

પેરિસ ઓલિમ્પિકમાં દરેક વિજેતાને પોડિયમ પર મેડલની સાથે કાર્ડબોર્ડ બોક્સ અને ફૂલોનો ગુલદસ્તો આપવામાં આવી રહ્યો છે. હવે તમે વિચારતા હશો કે આમાં શું થઈ શકે છે. ઓલિમ્પિક કમિટી અનુસાર, આ બોક્સમાં ઓલિમ્પિક ગેમ્સ સાથે સંબંધિત એક સત્તાવાર પોસ્ટર છે, જેને પેરિસના ચિત્રકાર ઉગો ગેટોનીએ ડિઝાઇન કર્યું છે. ઓલિમ્પિકની શરૂઆત પહેલા ઉગો ગેટોનીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, આ પોસ્ટરને બનાવવામાં 4 મહિના અને 2 હજાર કલાકનો સમય લાગ્યો હતો. આ પોસ્ટરમાં પેરિસના ઐતિહાસિક સ્મારકો દર્શાવવામાં આવ્યા છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તમામ પોસ્ટર હાથથી જ તૈયાર કરવામાં આવ્યા છે.

બોક્સમાં બીજું શું છે?

પોસ્ટરમાં પેરિસ ઓલિમ્પિકનો માસ્કોટ અને ઓપનિંગ સેરેમનીમાં વપરાયેલી બોટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્કેટબોર્ડિંગ અને બ્રેકિંગ જેવી ઓલિમ્પિક ડેબ્યુ સ્પોર્ટ્સ પણ દર્શાવવામાં આવી છે. ગેટોનીના કહેવા પ્રમાણે, તે આ પોસ્ટર દ્વારા ઘણી બધી બાબતો દર્શાવવા માંગતો હતો. તે પોસ્ટરને પ્રતીક તરીકે વાપરવા માંગતો હતો. 1912ના સ્ટોકહોમ ઓલિમ્પિકમાં શરૂ થયેલી પરંપરાઓ પણ પોસ્ટર પર બતાવવામાં આવી છે. પોસ્ટર સિવાય મેડલ વિજેતાઓને બીજી ભેટ આપવામાં આવે છે, પરંતુ આ ભેટ પોડિયમ પરથી નીચે આવ્યા બાદ મળે છે. એથ્લેટ્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પહેરીને પ્રતીક આપવામાં આવે છે.

આ સમાચાર શેર કરો