મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી બહાર થતા પરિવાર અને ફેન્સ ગુસ્સામાં, રેસલરના સસરાએ કહ્યું- 'મેટ પર ન હરાવી શક્યા તો...'

ભારતીય રેસલર વિનેશ ફોગટને ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય કરવાથી ભારતના લોકો ચોંકી ગયા

વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી બહાર થતા પરિવાર અને ફેન્સ ગુસ્સામાં, રેસલરના સસરાએ કહ્યું- 'મેટ પર ન હરાવી શક્યા તો...'

ભારતીય રેસલર વિનેશ ફોગટને ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય કરવાથી ભારતના લોકો ચોંકી ગયા છે. વિનેશ ફોગાટ માત્ર ફાઈનલમાંથી બહાર જ નથી થઈ પરંતુ તે મેડલથી પણ ચુકી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, વિનેશ ફોગાટ ગોલ્ડ મેડલ માટે ફાઈનલ મેચ પહેલા 50 કિલો વજન જાળવી શકી ન હતી. કુસ્તીબાજ વિનેશ ફોગટના ઓલિમ્પિક સ્પર્ધામાંથી બહાર થવાના સમાચાર મળતા જ મહાવીર ફોગટની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે જ સમયે, આ નિર્ણય પછી તમામ લોકો વિરોધ કરી રહ્યા છે. વિનેશ ગોલ્ડ રેસમાંથી બહાર હોવાના સમાચાર મળતા જ લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મેટ પર ન હરાવી શક્યા તો કાવતરું રચીને બહાર કરી - સસરા રાજપાલ રાઠી

વિનેશના ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય  થયા બાદ સસરા રાજપાલ રાઠીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "અમને આ માહિતી મળતા જ અમને ખૂબ દુઃખ થયું. મારી આંખોમાં પાણી આવી ગયું, અમને એટલું દુઃખ થાય છે કે કોઈને વ્યક્ત ન કરી શકીએ. વિનેશ સાથે રાજનીતિ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો તેને કેવી રીતે હરાવવી તે માટે શરૂઆતથી જ તેની પાછળ પડયા છે.

વિનેશને મેટ પર ન હરાવી શક્યા તો તેઓ રાજનીતિ કરીને તેને નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, "જો વજન 100 ગ્રામ વધુ હતું તો તેને 10 મિનિટનો સમય આપ્યો હોત તો તેણે તેના વાળ કપાવી દીધા હોત અને 100 ગ્રામ ઘટી ગયું હોત. પરંતુ ના, આ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. દીકરીએ આ ક્ષણ માટે આખી જીંદગી મહેનત કરી અને તેને આ ગંદી રીતે કાવતરા દ્વારા બહાર કરવામાં આવી રહી છે."

આ સમાચાર શેર કરો