Olympic 2024 / હજુ ખતમ નથી થઈ વિનેશ ફોગાટની સિલ્વર મેડલની આશા, CASએ જણાવ્યું ક્યારે આવશે નિર્ણય
પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટની સિલ્વર મેડલની આશા હજુ જીવંત છે. વધારે વજનના કારણે વિનેશને 50 કિગ્રાની ફ

પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટની સિલ્વર મેડલની આશા હજુ જીવંત છે. વધારે વજનના કારણે વિનેશને 50 કિગ્રાની ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આ પછી તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સને સંયુક્ત રીતે તેને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી. કોર્ટે આ અંગે સુનાવણી કરી હતી. આ મામલે નિર્ણય હજુ આવ્યો નથી. પરંતુ CAS દ્વારા શુક્રવારે એક નિવેદન જારી કરવામાં આવ્યું છે કે તે ઓલિમ્પિક ગેમ્સ પૂર્ણ થાય પહેલા આ મામલે પોતાનો નિર્ણય આપી શકે છે.
આનો સ્પષ્ટ અર્થ એ થયો કે વિનેશની મેડલ જીતવાની આશા હજુ પૂરી થઈ નથી અને તેની સિલ્વર આશા હજુ જીવંત છે. વિનેશે જોરદાર પ્રદર્શન બતાવ્યું અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તે ઓલિમ્પિકના ફાઈનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા રેસલર હતી.
CASએ નિવેદન જારી કર્યું
CASએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ડો. એન્નાબેલા બેનેટ આ મામલાની સુનાવણી કરી રહ્યાં છે અને તેઓ ઓલિમ્પિક ગેમ્સના અંત સુધીમાં આ મામલે નિર્ણય આપી શકે છે.






