એક કલાકમાં જ 2 મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચી વિનેશ ફોગાટ, મેડલથી એક કદમ દૂર
ભારતીય રેસલર વિનેશ ફોગાટ એક કલાકમાં જ 2 મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. વિનેશે રોમાંચક

ભારતીય રેસલર વિનેશ ફોગાટ એક કલાકમાં જ 2 મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. વિનેશે રોમાંચક મુકાબલામાં યુક્રેનની લિવાચને 7-5થી હરાવી છે. હવે તે મેડલથી માત્ર એક જ કદમ દૂર છે. હવે વિનેશની સેમીફાઈનલ મેચ રાત્રે 10:15 કલાકે હશે.
વિનેશ ફોગાટનું પ્રદર્શન
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર જીત નોંધાવી છે. ભારતીય રેસલરે સતત બે મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. વિનેશ ફોગાટે મંગળવારે તેની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન યુવી સુસાકીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. સુસાકી સામેની ક્વાર્ટર ફાઈનલની છેલ્લી ઘડીમાં વિનેશ 0-2થી પાછળ હતી. ભારતીય રેસલરે મેચ પુરી થવાના 30 સેકન્ડ પહેલા જોરદાર મૂવ કરીને હારને જીતમાં ફેરવી દીધી હતી. ત્યારબાદ વિનેશ ફોગાટે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી.




